લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસના ફટકો , પોરબંદર કોગ્રેસના મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકરોએ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે
કોગ્રેસમાંથી રાજીનામાની હારમાળા જોવા મળી રહી છે. અગાઉ જીલ્લા અને શહેર કોગ્રસના હોદેદારો બાદ યુથ કોગ્રસના હોદેદારો પણ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે
ત કરીએ તો કોંગ્રેસના એક સમયના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થયો છે. મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોગ્રેસના મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકરોએ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ યુવક કોગ્રસના મંત્રી સહિતના હોદદારોએ રાજીનામા આપ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા જ પોરબંદર બેઠક પર કોંગ્રેસને ફટકા પર ફટકા પડી રહ્યા છે. બીજી તરફ કદાવર નેતાઓ બીજેપીના કેસરિયા કરતા કોંગ્રેસને આ બેઠક જીતવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે તો ભાજપ માટે જીતનો રસ્તો સરળ બની રહ્યો છે.
લોકસભાની ચુંટણી પૂર્વે પોરબંદરના કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોગ્રેસમાંથી રાજીનામાની હારમાળા જોવા મળી રહી છે. અગાઉ જીલ્લા અને શહેર કોગ્રસના હોદેદારો બાદ યુથ કોગ્રસના હોદેદારો પણ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે પોરબંદર યુવક કોગ્રેસના અગ્રણિ અને ગુજરાત પ્રદેશ યુથ કોગ્રેસના મંત્રી સંદીપ ઓડદરા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી અને પોરબંદર યુવક કોગ્રસના પ્રમુખ રાહુલ ચુડાસમા સહિત હોદેદારોએ પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખને રાજીનામા મોકલી આપ્યા હતા પોરબંદર યુથ કોંગ્રેસના આગેવાનોએ એવુ જણાવ્યુ હતુ કે કોગ્રેસની નીતિરીતિથી નારાજ થઇ અને રાજીનામા આપ્યા છે. હવે અર્જુન મોઢવાડિયાના સમર્થનમા ભાજપમા જોડાશે. પોરબંદર કોગ્રેસના મોટા ભાગના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી મુખ્ય બે રાજકિય પક્ષ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા પર પસંદગી ઉતારી છે. જ્યારે કૉંગ્રેસે લલિત વસોયાને રીપીટ કર્યા છે.
ભારતના ચુંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત પોરબંદર લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મેના મતદાન યોજાશે. પોરબંદર લોકસભાની સાથે પોરબંદર વિધાનસભાની પેટા બેઠક માટે પણ મતદાન થવાનું હોય પોરબંદર લોકસભા વિસ્તારની 6 બેઠકના મતદારોએ સંસદ સભ્ય માટે માત્ર એક મત આપશે જ્યારે પોરબંદર વિધાનસભા બેઠક પર મતદારોએ સંસદ સભ્ય માટે એક અને ધારાસભ્ય માટે પણ એક એમ કુલ 2 મત આપવાના રહેશે.



