દેશની ટોચની ફુડ ડીલીવરી કંપની ઝોમેટોએ શાકાહારી ભોજન માટે ઓર્ડર આપતા ગ્રાહકોના ડીલેવરીમેનનો ડ્રેસનો રંગ લીલો કરતા જ તેનો વિરોધ શરૂ થયો
જો કે સોશ્યલ મીડીયામાં વિરોધ થતા કહ્યું કે કોઈ નકારાત્મક અસર થશે તો અમારી આ સેવા પાછી ખેંચી લેશુ: દુનિયાના સૌથી વધુ શાકાહારી ભારતમાં: અમે તેમના માટે પણ પ્રતિબદ્ધ છીએ
દેશની ટોચની ફુડ ડીલીવરી કંપની ઝોમેટોએ શાકાહારી ભોજન માટે ઓર્ડર આપતા ગ્રાહકોના ડીલેવરીમેનનો ડ્રેસનો રંગ લીલો કરતા જ તેનો વિરોધ શરૂ થયો હતો. જો કે ઝોમેટોએ તેનો જવાબ આપતા કહ્યું કે જો કોઈ વિરોધી સામાજીક પ્રત્યાઘાત પડશે તો અમે આ નિર્ણયની પુન વિચારણા કરશું હવે ઝોમેટોના ડીલેવરીમેન વેજ કે નોનવેજ ફુડ આઈટમ લાલ રંગના ડ્રેસમાં જ ડીલીવર કરશે. ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટોએ મંગળવારે જાહેરાત કરી હતી કે શાકાહારી ભોજન મંગાવતા ગ્રાહકોને તેઓએ ખાસ સેવા ‘પ્યોર વેજ મોડ’ શરુ કર્યુ છે અને તેના ડીલેવરીમેનનો ડ્રેસનો રંગ લીલો હશે પરંતુ કલાકોમાં જ તેનો વિરોધ શરુ થયો.
ઝોમેટોએ કહ્યું કે ભારતમાં 100 ટકા શાકાહારી ભોજન લેનાર ગ્રાહકોની સંખ્યા મોટી છે. તેમને પુર્ણ શાકાહારી ભોજન લીલા રંગના ડ્રેસમાં અને લીલા રંગના પેકીંગ સાથે આપવામાં આવશે. ઝોમેટો સામાન્ય રીતે તેના ડીલેવરીમેનનો ડ્રેસ લાલ કલરનો તથા તેની કેરીબેગ તેવા જ રંગની રાખે છે. ઝોમેટોના સીઈઓ દીપીન્દર ગોયલે કહ્યું કે દુનિયામાં સૌથી વધુ શાકાહારી લોકો ભારતમાં છે અને તેઓનું ભોજન કઈ રીતે તૈયાર કરાય છે કઈ રીતે ડીલીવર થાય છે તે અંગે અમો અત્યંત ગંભીર છે.
અનેક વખત નોનવેજ ભોજન પણ વેજ ભોજન સાથે એક જ બોકસમાં ડીલીવર થતુ હોય છે જેના કારણે તેની વાસથી પણ લોકો પરેશાન હોય છે તેવી અમને ફરિયાદ મળી હતી તેથી અમે હવે પ્યોર વેજ ફલીટ એટલે કે ખાસ વેજ ભોજન માટે અલગથી ડીલેવરી વ્યવસ્થા શરુ કરી છે. જેમાં હવે શાકાહારી ભોજન આપતા રેસ્ટોરાને અલગ કરી દીધા છે.
ઝોમેટોએ કહ્યું કે કેટલીક સોસાયટીઓ અને ચોકકસ ક્ષેત્રમાં લાલ રંગના ડ્રેસ સાથે ઝોમેટોના ડીલેવરીમેન પર પ્રતિબંધ પણ લગાવી શકે છે અને તેથી અમે આ નિર્ણય કર્યો છે. આ પ્રકારના ડીલેવરીમેન ખાસ શુદ્ધ શાકાહારી રેસ્ટોરા પરથી ઓર્ડર થતા ભોજન ડીલેવરી કરશે. માંસાહારી ભોજન સાથે તે ડીલેવરી કરશે નહી અને શાકાહારી ભોજન સાથે નોનવેજ રેસ્ટોરામાં પ્રવેશ પણ કરશે નહી.
ઝોમેટોના સીઈઓએ કહ્યું કે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને જો કોઈ નકારાત્મક અસર થશે તો અમારો નિર્ણય પાછો લેશું. ખાસ કરીને અમને ઘણી હકારાત્મક ટીપ્પણી પણ મળી છે અને કુટુંબમાં માતા-પિતા પણ હવે ઝામેટોની સર્વિસનો ઉપયોગ કરી શકશે.



