આજ નું રાશિફળ – Today’s Rashifal – 21 March 2024 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો
આજનું પંચાંગ
21 03 2024 ગુરુવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ બારસ
નક્ષત્ર આશ્લેષા
યોગ સુકર્મા
કરણ બવ
રાશિ કર્ક (ડ.હ.)

મેષ
ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. આવકના સાધન પ્રાપ્ત થશે. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

વૃષભ
“કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે. ”

મિથુન
વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધન લાભ પ્રાપ્તિનો યોગ . કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે.

કર્ક
કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.

સિંહ
કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે છે. ગૂંચવણો વધશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો. વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું. સુખદ સંદેશાની પ્રાપ્તિથી ઉત્સાહમાં વૃદ્ધિનો યોગ છે. ઘણાં દિવસોથી મોકૂફ કામ આજે પૂરા થવાની શક્યતા છે. અન આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.

કન્યા
“આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. રહેઠાણ સંબંધી સમસ્યા ઉભી થશે. વ્યાપારમાં નવા અને લાભદાયી કરાર થશે. વ્યાપાર વિસ્તાર માટે કરેલા પ્રયત્નો સફળ થવાનો યોગ છે. નવા પ્રસ્તાવ મળશે. કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે. બીજાને ભરોસે ન રહેવું. ”

તુલા
આજનો દિવસ તમારા માટે નાણાકીય નિર્ણયો લેવામાં અનુકૂળતા રહેશે. તમને વ્યવસાયિક લાભ થવાની સંભાવના રહેશે. વ્યાવસાયિક ઉન્નતિની તકો વધશે. ખર્ચ અને રોકાણ પર નિયંત્રણ રાખવું. નવા વિષયોમાં ધીરજથી નિર્ણય કરવા. અભ્યાસમાં ગતિશીલતા વધશે. કરિયર અને બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળશે. કામકાજમાં સરળતા રહેશે.

વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે કારકિર્દી અને વ્યવસાય સંબંધિત જવાબદાર લોકો સાથે નિકટતા વધશે. કામમાં ઝડપ રહેશે. સમાનતા અને સંતુલન જાળવી જરૂરી છે. મેનેજમેન્ટની બાબતોને આગળ લઈ જશે. ધ્યેયો સિદ્ધ થશે. દરેક પ્રત્યે સહકારની ભાવના રાખવી. ધૈર્ય અને સહજજતાથી કામ લેશો. ભાવનાઓને કાબૂમાં રાખશો. મિત્રો સહયોગી રહેશે. કરિયર અને બિઝનેસના મામલાઓ ઉકેલાશે. વિવાહિત જીવનસંબંધો સુધરશે.



