ગુજરાત

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતની બેઠકો પર બાકી રહેતા ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે.

ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતની બેઠકો પર બાકી રહેતા ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા બે બેઠક પર ઉમેદવારો બદલવામાં પણ આવ્યા હતા. આ ઉપરાંત બહુપ્રતિક્ષિત ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી હતી. મહેસાણાથી હરિભાઈ પટેલ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.  લોકસભા ચૂંટણીના પગલે ભાજપ દ્વારા વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી. જેથી તે બેઠકો સહિત બાકી રહેતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં ભાજપે પાંચ સીટ ઉપર આપી સરપ્રાઈઝ આપ્યું હતું અને ચર્ચાતા નામો સાઈડમાં રહી ગયા અને નવા જ નામોને ભાજપે હંમેશાની જેમ તક આપી હતી. ભાજપે હંમેશાની જેમ આ વખતે પણ લોકમુખે જે નામ હતા તેના બદલે કંઇક અલગ જ નામોની જાહેરાત કરી હતી.

  • એકમાત્ર જુનાગઢમાં જ રાજેશ ચુડાસમા રીપીટ
  •  અમરેલીમાં અનેક નામો ચાલ્યા પણ આવ્યા, જિલ્લાપંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા 
  •  સુરેન્દ્રનગરમાં પણ સરપ્રાઈઝ નામ આપ્યું. હળવદ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા ની પસંદગી
  • સાબરકાંઠા સીટ ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને લોકસભા ઉમેદવાર બનાવવામાં આવ્યા
  •  વડોદરામાં અનેક નામો ચાલ્યા પણ શિક્ષણ સમિતિના યુવા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીને મળી ટિકિટ
  •  મહેસાણામાં પણ નવું નામ આવ્યું ,ચોર્યાસી સમાજના હરીભાઇ પટેલ બન્યા ઉમેદવાર
News Click 24

Poll not found

Related Articles

Back to top button