દિલ્હી લિકર પોલીસમાં મની લોન્ડ્રીંગ સ્કેમના આરોપસર હાલ જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેલ માંથી ભાષામાં બોલે છે કે એવી કોઈ જેલ નથી, જે મને વધુ દિવસ અંદર રાખી શકે. હું ખૂબ જ જલદી પાછો આવવાનો છું
કેજરીવાલે દિલ્હીની મહિલાઓને ઉદેશીને કહ્યું હતું કે, તેમને 1000 રૂપિયા મહિલા સન્માન યોજના અંતર્ગત જરૂર મળશે.કેજરીવાલે ‘આપ’ના કાર્યકર્તાઓને કહ્યું હતું કે મારી ધરપકડના કારણે ભાજપના સભ્યોને નફરત ન કરતા, તેઓ આપણા ભાઈ છે.
દિલ્હી લિકર પોલીસમાં મની લોન્ડ્રીંગ સ્કેમના આરોપસર હાલ જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો સંદેશો તેમના પત્ની સુનીતાએ પત્રકારો અને જાહેર જનતા જોગ વાંચી સંભળાવ્યો હતો, જેમાં કેજરીવાલ ભાવુક ભાષામાં બોલે છે કે એવી કોઈ જેલ નથી, જે મને વધુ દિવસ અંદર રાખી શકે. હું ખૂબ જ જલદી પાછો આવવાનો છું. કેજરીવાલે પોતાના સંદેશામાં દિલ્હીવાસીઓને મંદિરમાં જઈને તેના માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું- મેં ઘણો સંઘર્ષ કર્યો છે, ધરપકડથી મને આશ્ચર્ય નથી. ભારતની અંદર અને બહાર કેટલીક તાકાતો છે જે દેશને નબળો પાડી રહી છે, આપણે સાવચેત રહેવું પડશે, આ તાકાતને ઓળખવી પડશે અને તેમને હરાવવી પડશે.
કેજરીવાલે દિલ્હીની મહિલાઓને ઉદેશીને કહ્યું હતું કે, તેમને 1000 રૂપિયા મહિલા સન્માન યોજના અંતર્ગત જરૂર મળશે.કેજરીવાલે ‘આપ’ના કાર્યકર્તાઓને કહ્યું હતું કે મારી ધરપકડના કારણે ભાજપના સભ્યોને નફરત ન કરતા, તેઓ આપણા ભાઈ છે.
આ તકે સુનીતા કેજરીવાલે જણાવ્યું હતું કે, કેજરીવાલ લોખંડથી પણ મજબૂત છે, તેમના જીવનની દરેક ક્ષણ દેશ માટે છે, તેમણે પોતાના દરેક વાયદા પુરા કર્યા છે.