ગુજરાત

રાજ્યમાં આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે.

સોમવારે ત્રણ શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન થયું છે. તો છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 38 ડિગ્રીને પાર રહ્યો છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે ત્રણ શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન થયું છે. તો છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 38 ડિગ્રીને પાર રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. 39.9 ડિગ્રીમાં રાજકોટ શેકાયું તો ભૂજમાં 39.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધીને 39.5 ડિગ્રી પર પહોંચ્યો છે. તો વડોદરા અને અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તો વડોદરા, ડિસા, સુરત, વલ્લભવિદ્યાનગરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અલ નીનો વર્ષ 2023-24માં તેની ટોચ પર પહોંચી ગયો છે. આ આગામી મહિનાઓમાં વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે. યુએન એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ જમીન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની અપેક્ષા છે.

ધ હિંદુના અહેવાલ મુજબ, ચાલી રહેલ અલ નીનો સમગ્ર વિશ્વમાં રેકોર્ડ તાપમાન અને આત્યંતિક ઘટનાઓ તરફ દોરી ગયું છે, જેણે 2023 ને રેકોર્ડ પરનું સૌથી ગરમ વર્ષ બનાવ્યું છે. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં વૈશ્વિક સરેરાશ તાપમાન આખા વર્ષ માટે પ્રથમ વખત 1.5 ડિગ્રી સેલ્સિયસ થ્રેશોલ્ડને વટાવી ગયું છે.

વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે માર્ચ-મે દરમિયાન અલ નીનો ચાલુ રહેવાની લગભગ 60% શક્યતા છે. જેના કારણે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ બની શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લા નીના વર્ષના અંત સુધી વિકાસ પામવાની સંભાવના છે પરંતુ આ શક્યતાઓ અત્યારે અનિશ્ચિત છે.

ભારતમાં લા નીના પર નજીકથી દેખરેખ રાખનારા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાની સ્થિતિનું નિર્માણ થવાનો અર્થ એ થઈ શકે છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ 2023ની સરખામણીમાં સારો રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button