ભારત

મુખ્યમંત્રી કેજરીવાલ સામે શરાબ એકસાઈઝ ડયુટી કાંડના આરોપોમાં આમ આદમી પાર્ટીનો નેતા અતિશીએ અનસનીખેજ આરોપ મુકયો છે કે સરકારી સાક્ષીની કંપનીએ 59 કરોડ રૂપિયાના બોન્ડથી ભાજપને ફંડ આપ્યું છે

આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી દિલ્હીમાં તથાકથિત લીકર પોલિસી કૌભાંડની ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે.

મુખ્યમંત્રી કેજરીવાલ સામે શરાબ એકસાઈઝ ડયુટી કાંડના આરોપોમાં આમ આદમી પાર્ટીનો નેતા અતિશીએ અનસનીખેજ આરોપ મુકયો છે કે સરકારી સાક્ષીની કંપનીએ 59 કરોડ રૂપિયાના બોન્ડથી ભાજપને ફંડ આપ્યું છે દિલ્હીના લિકર એકસાઈઝ કાંડમાં હવે ચુંટણી ફંડની એન્ટ્રી થઈ છે. દારૂ કૌભાંડમાં ચૂંટણી બોન્ડની એન્ટ્રી, આતિશીનો દાવો – સરકારી સાક્ષીની આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે એક પત્રકાર પરિષદ કરીને અનેક પુરાવા રજૂ કરીને ભાજપ પર મની ટ્રેલમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આપ નેતા આતિશીએ પત્રકારોની સામે મની ટ્રેલનો પુરાવો રજૂ કરતાં કહ્યું કે દિલ્હીના કથિત લીકર કૌભાંડ કેસમાં સત્તાવાર મની ટ્રેલ પકડાઈ ગયો છે.

તેના બધા જ પૈસા ભાજપના ખાતામાં ગયા છે. એટલા માટે અમે માગ કરીએ છીએ કે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાની ધરપકડ કરવામાં આવે. ઈડી આ કાર્યવાહી કરે. આ સાથે તેમણે ઈડીને ભાજપનો જમણો હાથ ગણાવ્યો હતો

આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી દિલ્હીમાં તથાકથિત લીકર પોલિસી કૌભાંડની ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે. જે દરમિયાન સૌથી મોટો સવાલ મની ટ્રેલને લઈને પૂછવામાં આવી રહ્યો છે એટલે કે કૌભાંડના પૈસા ક્યાં ગયા? તેમાં લીકર વેપારીઓને નફો પહોંચાડવાના આરોપો મૂકાયા. હવે સવાલ એ છે કે જો વેપારીઓને નફો થયો તો તેમણે લાંચ કોને આપી?

બે વર્ષની કાર્યવાહીમાં ઈડી-સીબીઆઈ દ્વારા આપના કાર્યકરો, નેતાઓને ત્યાં દરોડા પાડ્યા છતાં તેમને કૌભાંડના રૂપિયાની કોઈ વિગતો જ ના મળી. તેમણે આ દરમિયાન સુપ્રીમકોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો અને તેનો હવાલો આપ્યો. મની ટ્રેલની કોઈ ભાળ મળી નથી.

તેમણે શરદ ચંદ્ર રેડ્ડીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે એક મોટી ફાર્મા કંપનીના માલિક છે. શરદ રેડ્ડીએ જ્યારે ન સ્વીકાર્યું કે કેજરીવાલ સાથે તેમની મુલાકાત થઈ છે કે નહીં તો તેમને જેલમાં ધકેલી દેવાયા.

મહિનાઓ જેલમાં વીતાવ્યા બાદ તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું. આપના મંત્રી સૌરભ ભારદ્વાજ પણ આ પત્રકાર પરિષદમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે શરદ રેડ્ડીને ફક્ત પીઠમાં દુ:ખાવો થતો હોવાથી જામીન મળી ગયા અને આવી વ્યક્તિના એક નિવેદન પર મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી.

અરવિંદ ફાર્મા અને તેની બે સબ્સિડિયરી કંપનીઓએ ભાજપને 50 કરોડ રૂપિયા દાન કર્યા એ પણ ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી. મની ટ્રેલ તો સીધો જ ભાજપ તરફ જઈ રહ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button