ભારત

મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી 16 થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ

16 થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મોટાભાગની ફરિયાદોનો નિકાલ 100 મિનિટની સમયાવધિમાં કરાયો છે.

મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ ના માધ્યમથી 16 થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મોટાભાગની ફરિયાદોનો નિકાલ 100 મિનિટની સમયાવધિમાં કરાયો છે. 

લોકસભા ચૂંટણી ની જાહેરાત થઇ છે જેમાં દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા બેઠકો પર વારાફરથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે ચુંટણી પંચ દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. નિર્ભય વાતાવરણમાં લોકો મતદાન કરી શકે તે માટે તંત્ર એલર્ટ બન્યુ છે. ચુંટણીને લઇ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે ત્યારે નાગરિકોને કોઇ ફરિયાદ હોય તેના માટે ઓનલાઇન રજુઆતો પણ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે. આ ફરિયાદ માટે રૂબરૂ જવાની જરૂર નથી. માત્ર ઓનલાઇન ઘરે બેઠા ફરિયાદ થઇ શકે છે. અમદાવાદમાં ફરિયાદોના નિવારણ માટે C-VIGIL મોબાઈલ એપ અસરકારક સાબિત થયું છે. મોબાઈલ અને પોર્ટલ પર 16થી 25 માર્ચ દરમિયાન 52 ફરિયાદ નોંધાઈ છે. મોટાભાગની ફરિયાદનો નિકાલ 100 મિનિટમાં કરાયો છે.

દેશભરની 543 બેઠકો પર 7 તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024એ થશે, જ્યારે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે 4 જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. પેટાચૂંટણીનું મતદાન 7 મેના રોજ થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો નોધાયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button