ઈુસ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ પારંપરિક એન્ડોવમેન્ટ પોલિસીઓમાં સરન્ડર ચાર્જ પર હાલના નિયમોને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે,
પોલિસી 4થી7 વર્ષના ગાળામાં બંધ કરાય તો સરેન્ડર વેલ્યુમાં મામુલી વધારો થાય
ઈુસ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ પારંપરિક એન્ડોવમેન્ટ પોલિસીઓમાં સરન્ડર ચાર્જ પર હાલના નિયમોને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે, ઈરડાના આ નિર્ણયથી પોલીસી હોલ્ડર્સની આશાઓને ઝટકો લાગ્યો છે. કારણ કે આથી તેમને વધુ પૈસા મળવાની આશા હતી તે હવે નહીં રહે. ઈરડાએ ડિસેમ્બર 2023માં એક ડ્રાફટ રજુ કર્યો હતો, તેમાં પોલીસી સરન્ડર ચાર્જ ઘટાડવાની વાત કહેવામાં આવી હતી. આ પ્રસ્તાવનો મોટાભાગની ઈુસ્યોરન્સ કંપનીઓએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ નિયમ લાગુ થવાથી તેમની સામે અસેટ-લાયેબિલિટી મિસમેચનો પ્રોબ્લેક આવશે.
ઈરડાએ વિભિન્ન નિયમોને સૂચીત કર્યા છે. તેમાં વીમા પોલીસી પરત કે સરન્ડર કરવા સાથે જોડાયેલ ચાર્જ પણ છે. આમા ઈુસ્યોરન્સ કંપનીઓએ આવા ચાર્જીસનો ખુલાસો પહેલાથી કરવાનો હોય છે. આ નિયમ એક એપ્રિલ 2024થી અમલમાં આવશે.
પોલીસી હોલ્ડર્સને વધુ પૈસા નહીં મળે: આ નિયમ અંતર્ગત જો પોલીસી, ખરીદીના ત્રણ વર્ષમાં પરત કરવામાં આવે તો વાપસી મુલ્ય સમાન કે એથી પણ ઓછું રહેવાની સંભાવના છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે પોલીસીને ચારથી સાતમાં વર્ષ સુધીમાં પરત કરવામાં આવે છે તો વાપસી મુલ્યમાં મામુલી વધારો થઈ શકે છે.
વીમામાં વાપસી મુલ્યનો અર્થ વીમા કંપનીઓને પોલીસીધારકને તેની મેચ્યોરિટી તારીખથી પહેલા પોલીસી સમાપ્ત કરવા પર આપવામાં આવતી રકમ સાથે છે. જો પોલીસી ધારક પોલીસી સમયગાળા દરમિયાન ‘સરન્ડર’ કરે છે તો તેને કમાણી અને બચતના ભાગનું પેમેન્ટ કરવામાં આવે છે.



