ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યા તેર તુટે જીવી સ્થીતી સર્જાઇ છે. વડોદરા લોકસભા બેઠક પરથી કોઇ ચૂંટણી લડવા તૈયાર નથી
કોંગ્રેસમાથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયાર તૈયાર નથી
લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યા તેર તુટે જીવી સ્થીતી સર્જાઇ છે. બીજેપી દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર નથી મળી રહ્યા. આ બેઠક પર કોંગ્રેસમાથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસ જે ચહેરાને ઉતારવા માગે છે તેમણે ના પાડી દીધી હોવાની વાત સામે આવી રહી છે. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયાર તૈયાર નથી. જ્યારે ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી આ બેઠક પરથી ચુંટણી લડવા માટે ટીકીટ માંગી રહ્યા છે. જો કે ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. જેને લઇને આ વખતે લોકસભા બેઠક પર કોંગ્રેસ તેમને ટીકીટ આપવા તૈયાર નથી. ભાજપ ઉમેદવારને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને કોંગ્રેસ વડોદરા બેઠક પર ઉતારવા માગે છે. જેને માટે ચારેબાજુ નજર દોડાવી રહી છે પરંતુ હજુ સુધી ઉમેદવાર પસંદગી થઇ શકી નથી.
કોંગ્રેસે ગઇકાલે મોડી રાત્રે દિલ્હીથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરવામાં આવી છે. રાઓ યદવેન્દ્રસિંહને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે યુપીના ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના અન્ય ઉમેદવારોના નામ પણ છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક બાદ કોંગ્રેસે બુધવારે રાત્રે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
યાદીમાં ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની ત્રણ, તેલંગાણાની ચાર અને ઉત્તર પ્રદેશની ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે મંગળવારે 7મી યાદીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં છત્તીસગઢમાંથી 4 અને તમિલનાડુમાંથી એક ઉમેદવાર હતા. છત્તીસગઢની સુરગુજા સીટથી શશિ સિંહ, રાયગઢથી મેનકા દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ, કાંકેરથી બ્રજેશ ઠાકુર અને તમિલનાડુની માયલાદુથુરાઈ સીટથી એડવોકેટ આર. સુધાને મેદાનમાં ઉતારવામાં આવી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં દેશભરમાં 209 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે તેની આઠમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યુ. પરંતુ યાદીમાં ઉત્તર પ્રદેશની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાઝિયાબાદની ડોલી શર્મા, બુલંદશહરથી શિવરામ વાલ્મિકી, સીતાપુરથી નકુલ દુબે અને મહારાજગંજથી વીરેન્દ્ર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને પણ ટિકિટ આપી હતી. આ વખતે પણ કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગત વખતે ડોલી શર્મા આ સીટ ભાજપના સાંસદ વીકે સિંહ સામે હારી હતી. આ વખતે તેમનો મુકાબલો આ સીટ પર ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગ સામે થશે.



