બ્રેકીંગ ન્યુઝ

દેશભરના 500 થી વધુ દિગ્ગજ વકીલોએ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્રનાં એક ખાસ સમૂહનાં દબાણને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

પત્રમાં ન્યાયતંત્રની અખંડિતતાને ઓછી દેખાડવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવ્યો છે.

દેશનાં દિગ્ગજ વકીલ હરીશ સાલ્વે સહિત ઓછામાં ઓછા 500 થી વધુ જાણીતા વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્ર પર ખાસ જૂથ દ્વારા કરવામાં આવી રહેલ દબાણને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પત્રમાં ન્યાયતંત્રની અખંડિતતાને ઓછી દેખાડવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવ્યો છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે એક ખાસ જૂથ દેશમાં કોર્ટને અશક્ત કરવાની કોશિષ કરી રહ્યો છે. પત્રમાં લખ્યું છે કે કાયદાનું સમર્થન કરવા વાળા લોકોનાં રુપમાં અમને લાગે છે કે આપણી અદાલતોમાં અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. અમારે સાથે આવવાની જરુર છે. પત્રમાં લખ્યું છે કે સંતાયેલા હુમલાઓ સામે બોલવાની જરુર છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે આપણી અદાલતો આપણી લોકશાહીના આધારસ્તંભ તરીકે રહે તેની ખાતરી કરીને આ ગણતરીપૂર્વકના હુમલાઓ સામે સાવચેત રહેવાની જરૂર છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે અમુક જૂથો અલગ-અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે. તેનાથી ન્યાયતંત્રની ગરિમાને નુકસાન થાય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જૂથો આવા નિવેદનો આપે છે જે સાચા નથી અને તેઓ રાજકીય લાભ માટે આવું કરે છે. રાજકીય વ્યક્તિઓ અને ભ્રષ્ટાચારના મામલામાં દબાણનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button