ભારત

જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ, આજે થશે સુપ્રીમમાં સુનાવણી

જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પક્ષને જિલ્લા અદાલતમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને હાઇકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.

જ્ઞાનવાપી કેસને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી પરિસરમાં તાજેતરમાં જ જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપી હતી. આ તરફ હવે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 1 એપ્રિલે સુનાવણી થવાની છે ,

જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પક્ષને જિલ્લા અદાલતમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને હાઇકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. જોકે આ મામલે હવે જ્ઞાનવાપી સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. અંજુમન ઈન્તેજામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જે અંગે આજે એટલે કે 1 એપ્રિલ અને સોમવારના રોજ સુનાવણી થવાની છે.

નોંધનીય છે કે, ગત 31 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે તેના એક આદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પ્રાર્થના કરવાની પરવાનગી આપી હતી. આ તરફ વારાણસી કોર્ટના આ નિર્ણયને અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે કમિટીની અરજી ફગાવી દીધી હતી અને જિલ્લા કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે અંજુમન અંજામિયા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button