ગુજરાત

ભાવનગરના યુવરાજે કહ્યું કે, પુરુષોત્તમ રૂપાલા એક કેન્દ્રિય મંત્રી છે, સીનિયર અનુભવી નેતા છે, એક રાજકીય વ્યક્તિ છે પણ તેમણે જે નિવેદન આપ્યું છે તે દુઃખની વાત છે

ભાવનગરના યુવરાજે કહ્યું 'ભાજપમાં જે રાજપૂતો છે તે રાજપૂત નહીં ભાજપૂત છે ,

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. આ મામલે ક્ષત્રિય સમાજ જરાય નમતુ જોખવાના મુડમાં જોવા મળી રહ્યો નથી. એવામાં હવે આ મામલે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહએ પણ વિરોધ નોંધાવ્યો છે.

સોશિયલ મીડિયાની વાતચીતમાં ભાવનગરના યુવરાજે કહ્યું કે, પુરુષોત્તમ રૂપાલા એક કેન્દ્રિય મંત્રી છે, સીનિયર અનુભવી નેતા છે, એક રાજકીય વ્યક્તિ છે પણ તેમણે જે નિવેદન આપ્યું છે તે દુઃખની વાત છે. સમાજમાં ગુસ્સો રહેશે, વિરોધ પણ થશે. રોટી અને બેટીના જે શબ્દો વાપરવામાં આવ્યાં હતાં તે અયોગ્ય છે.

ઉપરાંત તેમને ગોંડલ ખાતે મળેલી બેઠક અંગે પણ વાત કરી અને જણાવ્યું કે, ગોંડલમાં સમાધાનનું આયોજન જયરાજસિંહે કરાવ્યું હતું. જયરાજસિંહ રાજપૂત સમાજના આગેવાન છે તેથી હું એમના વિશે કંઈ નેગેટિવ બોલીશ કહું. પરંતુ યુવાઓમા ભારે રોષ છે અને મેં જેટલાં પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છેકે, એમનું એવું માનવું છેકે, ભાજપમાં જેટલાં પણ રાજપૂત છે તે રાજપૂત નથી રહ્યાં પણ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, પછી સમાજ .

રૂપાલાને ટિકિટ મળશે કે નહીં તે પાર્ટી નક્કી કરશે અને તેની રાજકીય કારકિર્દી વિશે પણ પણ મને રસ નથી.  તેનો નિર્ણય રાજકોટની જનતા લેશે. હું મારા સમાજ સાથે છું. આવા લોકોથી હું દૂર રહેવાનું પસંદ કરીશ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button