લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળવાની છે
ગુજરાતમાં રૂપાલાની ટીપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિયો પરષોત્તમ રૂપાલાની બેઠક રદ કરવાની માંગણી કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રુપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળવાની છે, મુખ્ય બેઠક પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની કોર કમિટીની બેઠક મળશે. ભાજપ આગેવાન સાથે થનાર બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે. પરષોત્તમ રૂપાલા વિવાદ માં આજે શું થશે તેના પર સૌની નજર છે.
ગુજરાતમાં રૂપાલાની ટીપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિયો પરષોત્તમ રૂપાલાની બેઠક રદ કરવાની માંગણી કરી રહ્યા છે. આજે ભાજપના ક્ષત્રિય આગેવાનોની સમાજના આગેવાનો સાથે બેઠક મળશે. ભાજપ આગેવાનોની બેઠક પહેલા ક્ષત્રીય આગેવાનોની કોર કમિટીની બેઠક મળશે. ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે કોર કમિટીના સભ્યોની બેઠક મળશે. ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્ય બેઠકના સમાધાનકારી વલણ બાબતે ચર્ચા કરશે. ક્ષત્રિય આગેવાનોની 15 સભ્યોની કોર કમિટીની બપોરે 12 વાગે બેઠક મળશે.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.
છેલ્લા એક સપ્તાહથી રૂપાલા સામે રાજપૂત સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનદ્વારા આવેદન પત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. એટલુ જ નહી રુપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પહોચ્યો છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી.
રૂપાલાની રાજા રજવાડા વિશે ટીપ્પણીનો વિડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે ત્યારે રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે પરંતુ રાજપૂત મહિલાઓ વિશે કરેલી ટીપ્પણીને લઇ સમાજ કોઇપણ ભોગે માફી આપવા તૈયાર નથી. જેને લઇને રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટથી ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી રહી છે.
શંકરસિંહ વાઘેલાના પ્રહાર ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા એ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે પરષોત્તમ રૂપાલા વિવાદ માં ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. ‘રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ.



