જાણવા જેવું

SBIએ ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ અને રોકડીકરણ માટેની તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરવાનો ઈન્કાર કર્યો

માહિતી અધિકાર (RTI) એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં અંજલિ ભારદ્વાજે ચૂંટણી બોન્ડના વેચાણ અને તેના રોકડીકરણ માટેના SOPની વિગતો માંગી હતી. SBIના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને ડેપ્યુટી જનરલ મેનેજર એમ કન્ના બાબુએ 30 માર્ચે પોતાના જવાબમાં જણાવ્યું હતું

લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની શાખાઓમાંથી જાહેર કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ અને રોકડીકરણ માટેની તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ RTIના જવાબમાં આ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં વાણિજ્યિક ગોપનીયતા હેઠળ આપવામાં આવેલી છૂટનો ઉલ્લેખ કર્યો હતો.

માહિતી અધિકાર (RTI) એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં અંજલિ ભારદ્વાજે ચૂંટણી બોન્ડના વેચાણ અને તેના રોકડીકરણ માટેના SOPની વિગતો માંગી હતી. SBIના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને ડેપ્યુટી જનરલ મેનેજર એમ કન્ના બાબુએ 30 માર્ચે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, અધિકૃત શાખાઓને સમયાંતરે જારી કરાયેલ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ-2018ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) આંતરિક માર્ગદર્શિકા છે, જેમને માહિતી અધિકાર અધિનિયમની કલમ 8(1) (d) હેઠળ મુક્તિ આપવામાં આવી છે.

RTI કાયદાની કલમ 8(1)(d) વ્યાપારી વિશ્વાસ, વેપારના રહસ્યો અથવા બૌદ્ધિક સંપદા સહિતની માહિતીને જાહેર કરવામાંથી મુક્તિ આપે છે જે સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button