વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રમાં ભારત નંબર વન રહ્યું છે અને તેમાં વિશ્વ બેન્કે 2024ના નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે તેવો અંદાજ મુકયો છે.
2025ના નાણાકીય વર્ષ માટે વિશ્વ બેંકે ભારતનો જીડીપી અંદાજ સુધારી 20 બેઝીક પોઈન્ટ વધાર્યો: પાકિસ્તાન અને શ્રીલંકા પણ રીકવરીના માર્ગે
વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રમાં ભારત નંબર વન રહ્યું છે અને તેમાં વિશ્વ બેન્કે 2024ના નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે તેવો અંદાજ મુકયો છે. જો કે 2025ના નાણાકીય વર્ષમાં વિકાસદરમાં થોડો ઘટાડો થશે અને 6.6 ટકા નોંધાશે તેવો અંદાજ વિશ્વ બેંક દ્વારા મુકવામાં આવ્યો છે. એકંદરે 2024ના નાણાકીય વર્ષમાં દક્ષિણ એશિયામાં વિકાસદર ઝડપી રહેશે તેવું વિશ્વ બેંકનું અનુમાન છે અને ભારત તેમાં નંબર વન હશે.
જયારે પાકિસ્તાન, શ્રીલંકાનું અર્થતંત્ર પણ રિકવરીના માર્ગે હશે. દક્ષિણ એશિયામાં સૌથી મોટા ઈકોનોમી તરીકે ઉપસી રહેલા ભારતમાં નાણાકીય વર્ષ 2023-24માં 7.5 ટકાનો વિકાસદરનો અંદાજ મુકાયો છે.
વિશ્વ બેંકે જો કે તેની સાથે તેના અગાઉના અંદાજ કરતા ભારતનો વિકાસદર 20 બેઝીક પોઈન્ટ વધુ રહેશે તેવું જણાવતાં લખ્યું છે કે, નાણાકીય વર્ષ 2024-25માં વિકાસદર 6.6 ટકાનો રહેશે. બેંકના રિપોર્ટમાં જણાવાયુ કે, મધ્યમગાળામાં ભારતની રાજકોષીય ખાધ અને સરકારી દેવુ નીચુ જશે.



