ગુજરાત

પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર આજથી 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.

12 હજાર 472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ તરફથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનારી છે.

પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર આજથી 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કૉંસ્ટેબલ, હથિયારધારી પોલીસ કૉંસ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરવામાં આવનાર છે.

12 હજાર 472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ તરફથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનારી છે. ત્યારે આજથી 30 એપ્રિલ સુધી ઉમેદવાર OJAS વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. PSI માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ.

જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. 30 એપ્રિલ સુધી OJASની વેબસાઈટ પર ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ તમામ ટ્રેડર માટે 100 રૂપિયા પરીક્ષા અને બેંક ચાર્જિસ ચૂકવવાના રહેશે. PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવામાં આવશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પુછાશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘X’ પર પોસ્ટ કરીને પોલીસ ભરતી અંગે જાહેરાત હતી. તેમણે ‘X’ પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!

કઈ પોસ્ટ પર કેટલી ભરતી થશે

સંવર્ગ ખાલી જગ્યાની વિગત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000
(એસ.આર.પી.એફ.) (પુરૂષ)
જેલ સિપોઇ (પુરૂષ) 1013
જેલ સિપોઇ (મહિલા) 85
કુલ 12472

 

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button