બ્રેકીંગ ન્યુઝ

કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રવક્ત ગૌરવ વલ્લભે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે

ગૌરવ વલ્લભ રાજસ્થાનના ઉદયપુર અને ઝારખંડના જમશેદપુરથી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. જોકે, તેમને બંને જગ્યાએથી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રવક્ત ગૌરવ વલ્લભે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ તેમણે કહ્યું કે તેઓ સનાતન વિરોધી નારા લગાવી શકતા નથી અને સવાર-સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો આપી શકતા નથી. તેથી તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે-સાથે તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગૌરવ વલ્લભ રાજસ્થાનના ઉદયપુર અને ઝારખંડના જમશેદપુરથી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. જોકે, તેમને બંને જગ્યાએથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઈકોનોમિક્સના પ્રોફેસર રહી ચૂક્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથે તેમની એક ડિબેટ ઘણી વાયરલ થઈ હતી, જેમાં તેઓએ પાત્રાને પૂછ્યું હતું કે એક ટ્રિલિયનમાં કેટલા જીરો હોય છે.

ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં કહ્યું કે, ‘હું ભાવુક છું. મન વ્યથિત છે. હું ઘણું કહેવા માગું છું, લખવા માગું છું. પરંતુ, મારા સંસ્કાર એવું કંઈપણ કહેવાથી મનાઈ કરે છે, જેનાથી બીજાને દુઃખ થાય. છતાં પણ હું આજે મારી વાતને તમારી સમક્ષ મૂકી રહ્યો છું, કારણ કે મને લાગે છે સત્યને છુપાવવું પણ ગુનો છે, અને હું આ ગુનાનો ભાગ બનવા માંગતો નથી.’

કોંગ્રેસ પ્રવક્તાએ આગળ લખ્યું, ‘હું ફાયનાન્સનો પ્રોફેસર છું. કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ મેળવ્યા બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા. ઘણા મુદ્દાઓ પર પાર્ટીનો પક્ષ દમદાર રીતે દેશની મહાન જનતાની સમક્ષ રાખ્યો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું પાર્ટીના સ્ટેન્ડથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છું. જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે હું માનતો હતો કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. જ્યાં યુવા, બૌદ્ધિક લોકો અને તેમના આઈડિયાની કદર થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મને સમજાયું કે પાર્ટીનું હાલનું સ્વરૂપ નવા વિચારો સાથે યુવાનો સાથે પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી.’

News Click 24

Poll not found

Related Articles

Back to top button