જાણવા જેવું

કોરોનાકાળ અને તે બાદના સમયમાં ઓનલાઈન લર્નીંગ એપ્લીકેશન બાયઝુ’સ ના સ્થાપક અને યુવા સ્ટાર્ટઅપ બૈજુ રવિન્દ્રન એક સમયે અબજોપતિ ગણાતા હતા પરંતુ હવે તેમની સંપતિ ઝીરો ડોલર થઈ ગઈ છે.

બાયઝુ’સના રવિન્દ્રનની સંપતિ રૂા.17545 કરોડમાંથી ઝીરો થઈ

કોરોનાકાળ અને તે બાદના સમયમાં ઓનલાઈન લર્નીંગ એપ્લીકેશન બાયઝુ’સ ના સ્થાપક અને યુવા સ્ટાર્ટઅપ બૈજુ રવિન્દ્રન એક સમયે અબજોપતિ ગણાતા હતા પરંતુ હવે તેમની સંપતિ ઝીરો ડોલર થઈ ગઈ છે. એક વર્ષ પહેલા જ રવિન્દ્રનની નેટવર્થ રૂા.17545 કરોડ હતી. ફોર્બસના લીસ્ટમાં તેઓ સામેલ હતા અને એજયુકેશન એપ.માં તેઓ ભારતમાં નંબર વન હતા પરંતુ જે રીતે બાયઝુ’સની પડતી થઈ પછી રવિન્દ્રનને કંપનીના સંચાલનમાં ગંભીર ગેરસંચાલન અને જે રીતે તેના સબક્રાઈબર પણ ઘટયા તે પછી બાયઝુ’સની પડતી શરુ થઈ છે અને કંપનીના શેરહોલ્ડરોએ પણ રવિન્દ્રનને સીઈઓ પદેથી દુર કર્યા હતા.

લગભગ એક બીલીયન ડોલરની ખોટ બાયઝુ’સે કરી છે અને તેનું કંપનીનું વેલ્યુએશન પણ ઘટી ગયું છે તે સમયે હવે રવિન્દ્રનની નેટવર્થ ઝીરો થઈ ગઈ છે. તેના પર એન્ફોર્સમેન્ટ વિભાગે રૂા.9362 કરોડના ફેમા ભંગનો પણ કેસ દાખલ કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button