કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ પોતાના સભ્યો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત હવે જો કોઈ ઈપીએફઓ સભ્ય નોકરી બદલે છે તો તેની પીએફની રકમ નવી કંપની કે નિયુક્તિ કરનાર પાસે ઓટોમેટિક નવી કંપનીમાં તરત જમા થઈ જશે ,
ઉલ્લેખનીય છે કે, જયારે કોઈ કર્મચારી નોકરી બદલે છે તો તેના યુએએન (પીએફ ખાતા)માં નવી કંપની કે નિયુક્તિ કરનાર જોડાઈ જાય છે. તેને ઈપીએફઓની વેબસાઈટ પર જઈને ઓનલાઈન જૂના પીએફ ખાતાના નવા ખાતા સાથે જોડવાનુ હતું.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ પોતાના સભ્યો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત હવે જો કોઈ ઈપીએફઓ સભ્ય નોકરી બદલે છે તો તેની પીએફની રકમ નવી કંપની કે નિયુક્તિ કરનાર પાસે ઓટોમેટિક હસ્તાંતરિત થઈ જશે. સભ્યે તેના માટે આવેદન કરવાની જરૂર નથી. નવા નિયમને લાગુ કરી દેવાયો છે. કર્મચારીઓએ જૂનીથી નવી કંપનીમાં પીએફ રકમ હસ્તાંતરિત કરવા માટે ફોર્મ-31 નહીં ભરવું પડે. પહેલા નોકરી બદલતી વખતે કર્મચારીઓએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં તેના માટે આવેદન કરવું પડતું હતું.
ઉલ્લેખનીય છે કે, જયારે કોઈ કર્મચારી નોકરી બદલે છે તો તેના યુએએન (પીએફ ખાતા)માં નવી કંપની કે નિયુક્તિ કરનાર જોડાઈ જાય છે. તેને ઈપીએફઓની વેબસાઈટ પર જઈને ઓનલાઈન જૂના પીએફ ખાતાના નવા ખાતા સાથે જોડવાનુ હતું.
આ પ્રક્રિયામાં ઈપીએફઓ સભ્યોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગરબડ થવાની પણ આશંકા રહેતી હતી. આ ઉપરાંત જૂના અને નવી નિયુક્તિ કરનારે પણ તેની ઔપચારિકતાઓ પુરી કરવી પડતી હતી. હવે ખાતાધારકની કોઈ ભૂમિકા આ પ્રક્રિયામાં નહીં હોય. ઈપીએફઓના નિયમ અનુસાર કર્મચારીઓએ પીએફ માટે પોતાના મૂળ વેતનના 12 ટકા યોગદાન આપવાનું હોય છે. નિયુક્તિ કરનારે પણ તેના બરાબરનું યોગદાન આપવાનું હોય છે. આ ખાતાથી કોઈ કર્મચારીને આગળ પેન્શન આપવામાં આવે છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પીએફ ખાતાધારક માટે કેન્દ્રીય કૃત મંચ તરીકે કામ કરે છે તે એક સભ્યને અનેક પીએફ ખાતાને એક સાથે જોડવાની સુવિધા આપે છે. આ સિવાય યુએએન અન્ય સેવાઓ પણ આપે છે.
જે અંતર્ગત ઈપીએફઓ સભ્ય તેની મદદથી પોતાનું યુએએન કાર્ડ અને પીએએફની પાસબુક ડાઉનલોડ કરી શકે છે. એસએમએસથી કુલ રકમની બાકી જાણકારી હાંસલ કરવામાં આવે છે.



