અમરનાથ યાત્રાને લઇને તૈયારી શરૂ: 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન ,
અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જૂનથી: ટ્રેક જાળવવાની જવાબદારી બીઆરઓને અપાઇ ,
મે મહિનાથી ચારધામ યાત્રાની શરૂઆત થઇ રહી છે. તો બીજી તરફ અમરનાથની યાત્રા માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 15 એપ્રિલ,2024થી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. ત્યારે આ યાત્રામાં કોઇ અગવડતા ન પડે તે માટે BROદ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પવિત્ર અમરનાથ યાત્રાના ટ્રેકની જાળવણીની જવાબદારી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ને આપવામાં આવી છે. પવિત્ર યાત્રા સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં ગાંદરબલ જિલ્લાના બાલતાલથી શરૂ થાય છે.
યાત્રાળુઓ 15 કિલોમીટર લાંબા દુર્ગમ માર્ગ પર ચઢીને પવિત્ર ગુફા સુધી પહોંચે છે. જેને લઇને હાલમાં ઇછઘ દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બરફથી ઢંકાયેલા રસ્તાને ખૂલ્લા કરવામાં આવી રહ્યા છે.
BROએ ટ્રેક પરથી બરફને રસ્તા પરથી ખસેડવાનું કામ શરૂ કર્યું છે. બાલતાલ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા સુધીના માર્ગ પર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મશીનરી અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
આવી કકડતી ઠંડી વચ્ચે લગભગ 15 ફૂટ સુધીનો બરફનો માર્ગ કાપીને માર્ગ ખુલ્લો કરી રહ્યા છે.2024ની અમરનાથ યાત્રા 29 જૂન થી શરૂ થશે અને 19 ઑગષ્ટે પૂર્ણ થશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને 2 મહિનાને બદલે 45 દિવસની જ હશે.



