જાણવા જેવું

સીએમએસના દાવા મુજબ આ વખતે લોકસભા ચૂંટણીમાં 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચાઇ શકે છે

દિવસે ને દિવસે મોંઘીદાટ બનતી ચૂંટણી એક ગરીબના મહિનાના ગુજરાન જેટલો ખર્ચ વોટર દીઠ ચૂંટણીમાં થાય છે

દિવસે ને દિવસે મોંઘીદાટ બનતી ચૂંટણી એક ગરીબના મહિનાના ગુજરાન જેટલો ખર્ચ વોટર દીઠ ચૂંટણીમાં થાય છે . 

ચૂંટણીઓ મોંઘી થતી જાય છે. આ વખતે 81 કરોડ લોકોને 5 કિલો મફત રાશન ઉપલબ્ધ કરાવવા પર લગભગ 2 લાખ 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. અર્થાત 3 મહિનાનો સરેરાશ ખર્ચ લગભગ 59 હજાર કરોડ રૂપિયા લગભગ આટલી જ રકમ 2019 ની લોકસભા ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવી હતી.

ત્યારથી પાંચ વર્ષ વીતી ચુકયા છે. ઈલેકટોરોય બોન્ડ સહીત બીજા તમામ માધ્યમોથી પૈસાની ગુંજ આ વખતની ચૂંટણીમાં ઘણી વધુ હશે. અનુમાન છે કે દેશના સૌથી ગરીબ લોકો જેટલા પૈસામાં મહિનાનુ ગુજરાન ચલાવે છે લગભગ એટલા જ પૈસા આ વખત સરેરાશ દરેક વોટર પર વહેવડાવવામાં આવશે.

ઈલેકશન કમિશનનાં આંકડા અનુસાર 2014 ની ચૂંટણી કરાવવામાં સરકારી ખર્ચ લગભગ 3870 કરોડ રૂપિયા હતો. જોકે સેન્ટર ફોર મીડીયા સ્ટડીઝ (સીએમએસ)ના રીપોર્ટ અનુસાર 2014 માં પાર્ટીઓ અને ઉમેદવારો તરફથી વહાવવામાં આવેલ પૈસા સહીત કુલ ખર્ચ 30 હજાર કરોડ રૂપિયા આસપાસ હતા. સીએમએસ અનુસાર 2019 માં લોકસભા ચૂંટણીમાં ખર્ચ બે ગણો થઈને 60 હજાર કરોડ રૂપિયા પહોંચી ગયો તેમાં ચૂંટણી પંચનો ખર્ચ 15 ટકા રહ્યો હશે.

પહેલી ચૂંટણીમાં લાગ્યા હતા 10 કરોડ ,

ઇલેક્શન કમિશનના અનુસાર 1958ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં લગભગ સાડા દસ કરોડ રુપિયા ખર્ચાયા હતા. કારણ કે દરેક ચીજ નવેસરથી કરવાની હતી, જ્યારે બીજી સામાન્ય ચૂંટણીમાં ખર્ચ 5.7 કરોડ રુપિયા થયો હતો.

પાર્ટીઓ માટે ખર્ચની કોઇ સીમા નહીં ,

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે અધિકતમ ચૂંટણી ખર્ચની સીમા 95 લાખ રુપિયા છે પણ પાર્ટીઓ માટે આવી કોઇ સીમા નથી. એસોસીએશન ફોર ડેમોક્રેકિટ રિફોર્મ્સના એક સ્ટડી અનુસાર 2019માં ચૂંટણીમાં 7 નેશનલ અને 25 રિજિયોનલ પાર્ટીઓએ ઇલેકશન કમિશનને જણાવ્યું હતું કે તેમણે ચૂંટણીની જાહેરાત અને તેના સંપન્ન થયા દરમ્યાન 75 દિવસમાં 6405 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા ને એ દરમિયાન 2591 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા.

એડીઆરના સ્ટડી મુજબ 2019માં કેશ અને ચેકથી ભાજપે 4057 કરોડ રુપિયા મળ્યાની જાણકારી આપી હતી. કોંગ્રેસ 1167 કરોડ રુપિયા ભેગા કર્યા હતા. ભાજપે કેશ અને ચેકથી સૌથી વધુ 1141 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. કોંગ્રેસે 626 કરોડ ખર્ચ કર્યાની જાણકારી આપી હતી.

જો કે ત્યાર પછી ખર્ચ ઘટ્યો નહીં, બલ્કે વધ્યો હતો. 1967માં લગભગ 11 કરોડ, તેના બે દાયકા પછી 1989માં આ ખર્ચ 154 કરોડ રુપિયાથી વધુ થયો હતો. 2014માં ખર્ચ થયેલી આ રકમ 2009ની તુલનામાં ત્રણ ગણી વધુ રહી હતી.  2009માં લગભગ 1114 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button