દેશમાં સાયલન્ટ કિલર તરીકે ઉભરી રહેલા આ રોગ પ્રત્યે સૌથી વધુ ઉપેક્ષા નાની ઉંમરે હૃદયરોગમાં બ્લડપ્રેસરની પણ ભૂમિકા
તમે કદી B.P. મપાવ્યુ છે 18થી54 વર્ષના 30% ભારતીયો પણ કદી આ ચિંતા કરતા નથી
દેશમાં આરોગ્ય સુવિધાઓમાં સતત વધારા પાછળનું કારણ ભારતની આરોગ્ય પરીસ્થિતિ સતત વણસતી જતી હોય તેવા સંકેત છે. ગઈકાલે જ એક રીપોર્ટમાં જણાવાયું કે ભારતમાં ડાયાબીટીક બાદ હવે કેન્સરના દર્દીઓ પણ વધતા જાય છે અને ભારત વિશ્વનું કેન્સર કેપીટલ જેવું બની ગયું છે પણ ડાયાબીટીસની સાથે જ અનેક રોગોને આમંત્રીત કરતા બ્લડપ્રેસર (બીપી)ની બિમારી પણ વધતી જાય છે અને બીપીન એક ‘સાયલન્ટ કિલર’ તરીકે ઓળખવામાં આવે છે જે ભાગ્યે જ કોઈ બહારી સંકેત આવે છે.
પણ તમામ શરીરને તે સતત ડેમેજ કરતું રહે છે છતા પણ બીપીને આપણે એક સામાન્ય રોગ તરીકે ઓળખીએ છીએ. બીપી વધારમાં…. તેવા શબ્દો એ કયારેક રમૂજમાં ઉપયોગમાં લેવાય છે પણ તે કયારે જીવલેણ બની જાય છે તેનો ભાગ્યે જ ખ્યાલ રહે છે.
હાલમાં જ ઈન્ડીયન કાઉન્સીલ ફોર મેડીકલ રિસર્ચના નેશનલ સેન્ટર ફોર ડીસીસ ઈન્ફમેટીક એન્ડ રિસર્ચના એક અભ્યાસમાં દર્શાવ્યું કે, ભારતીયો બીપી પ્રત્યે તો સંપૂર્ણ બેદરકાર છે અને 18થી54 વર્ષના ભારતીયોમાં 30% એ તો કદી તેમનું બીપી મપાવ્યુ જ નથી. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ પબ્લીક હેલ્થના આ રિપોર્ટમાં જણાવ્યું કે જીવનમાં એક વખત બીપી મપાવ્યું હોય તેવા 76% લોકોમાં લક્ષદ્વીપ (91%) કેરળ (69%) તામિલનાડુ 83% અને પુંડીચેરી 83% છે.
આમ દક્ષિણ ભારતમાં હજું પણ થોડી ચિંતા છે. ઉતર ભારતમાં 70% લોકોએ અન્ય રોગ સમયે કે કોઈ ઓપરેશન પુર્વની જરૂરીયાતરૂપે તેમનું બીપી જીવનમાં એકાદ વખત મપાવ્યું છે. ગુજરાતમાં 58% લોકોએ અને રાજસ્થાનમાં 58% એ પોતાનું બીપી એક વખત મપાવ્યુ છે.
વાસ્તવમાં બીપીને આપણે ગંભીરતાથી લેતા નથી તે સૌથી મોટી સમસ્યા છે. ડાયાબીટીસ બહારી લક્ષણ દર્શાવે છે. આ બીપી તે રીતે ઝડપથી સંકેત આપતું જ નથી. બ્લડપ્રેસર એ શરીરમાં લોહીના ફોર્સ- એટલે કે તે વહેવારની ગતિને મીલીમીટર ઓફ મર્કયુરી (એમએમ એચજી)માં માપવામાં આવે છે.
અમેરિકન હાર્ટ એસો.ના જણાવ્યા મુજબ બ્લડપ્રેસરની શરીરમાં હાજરી જરૂરી છે પણ હાયર બીપી- ઉંચુ બીપીએ શરીરમાં લોહીનું વહન કરતી ધમનીઓ પર દબાણ વધે છે અને તે અનેક બિમારીઓને આમંત્રણ આપે છે. જેમાં હૃદયરોગ, કાર્ડીયાક એરેસ્ટ- (હૃદય અચાનક જ બંધ થઈ જવું) અને લાંબાગાળે કિડનીને પણ તે નકારાત્મક અસર કરે છે.
અગાઉ બીપી એટલે 40 વર્ષ પછીનો રોગ ગણાતો હતો પણ હવે ડાયાબીટીસ જેમ વહેલી ઉમરનો રોગ બન્યો છે તેવી જ સ્થિતિ બીપીની છે. 25 વર્ષ પણ અનેકને બીપીની સમસ્યા છે અને તેના કારણે નાની ઉંમરે પણ હૃદયરોગના કેસ વધતા જાય છે જેમાં બીપીનો પણ ફાળો છે.



