ગુજરાત

પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનમાં આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવના કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે આપેલા એલાન પૂર્વે જ તેમની અમદાવાદ વિમાની મથકે અટકાયત કરવામાં આવી હતી.

કેસરી ઝંડા અને મજબૂત દંડા લઇને કરણી સેનાના ટેકેદારોને પહોંચવા કરેલા આહવાન પૂર્વે જ પોલીસ કાર્યવાહી : રાજસ્થાન પરત મોકલી અપાય તેવા સંકેત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનમાં આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવના કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે આપેલા એલાન પૂર્વે જ તેમની અમદાવાદ વિમાની મથકે અટકાયત કરવામાં આવી હતી.

હાલ તેમને અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટરમાં નજરકેદ કરાયા છે. તો કમલમને પણ જબરો સુરક્ષા બંદોબસ્ત હેઠળ મુકી દેવાયું છે. શેખાવતે જયપુરથી અમદાવાદ પહોંચ્યા બાદ તેઓને વિમાની મથકની બહાર રોકી દેવાયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે અને ચેતવણી આપી કે જો મને કમલમ સુધી પહોંચવા નહીં દેવાય તો હું આત્મ વિલોપન કરીશ. તેઓએ કહ્યું કે, અમે રજુઆત માટે જ કમલમ જઇ રહ્યા છીએ. બપોરે 2 વાગ્યે તેઓનો કમલમ ખાતે ઘેરાવનો કાર્યક્રમ હતો અને તેમના ટેકેદારોને કેસરીયા ઝંડા અને મજબૂત ઝંડા લઇને પહોંચી જવા આહવાન કર્યું હતું.

પરંતુ તેઓને વિમાની મથકે જ રોકી દેવાયા છે અને હવે તેમને રાજસ્થાન પરત મોકલી દેવાય તેવી પણ શક્યતા છે. તો બીજી તરફ પોલીસ સાથેની ઝપાઝપીમાં તેમનો સાફો નીકળી જતાં રાજ શેખાવત આક્રોશ વ્યકત કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button