રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દે રાજકોટના રાજવી માંધાતાસિંહજીનું નિવેદન સામે આવ્યું છે. માંધાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.
રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, સ્વતંત્રતા પછી સત્તાધીશોમાં સંવેદનશીલતા ઘટી છે તે દુઃખની વાત છે. તાજેતરમાં પરષોત્તમ રૂપાલાના નિવેદનથી આપણી સમાજની દીકરીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ભાજપે હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. આ વચ્ચે હવે રાજકોટના રાજવી માંધાતાસિંહજીનું નિવેદન સામે આવ્યું છે. માંધાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, સ્વતંત્રતા પછી સત્તાધીશોમાં સંવેદનશીલતા ઘટી છે તે દુઃખની વાત છે. તાજેતરમાં પરષોત્તમ રૂપાલાના નિવેદનથી આપણી સમાજની દીકરીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે. ભારતમાં સંવિધાને આપણને વાણી-સ્વતંત્રતા આપી છે તેનો અર્થ એ નથી કે આપણે ફાવે તેવી ભાષા અને શબ્દપ્રયોગ કરવો જોઈએ.
માંધાતાસિંહજીએ કહ્યું કે, હું રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલો છું અને જ્ઞાતિએ ક્ષત્રિય હોવાથી હાલની પરિસ્થિતિ પર મને રંજ છે. સૌહર્દપૂર્વક સંવાચ રચાય એ દિશામાં સમાજ અને સરકાર આગળ વધે તેવી હું આશા રાખું છું. હું ક્ષત્રિય સમાજની સાથે છું અને સંવાદથી નિવેડો આવે તેવી અપેક્ષા રાખું છું. આ મુદ્દે સંવાદથી સમાધાન માટેના ચોક્કસ પ્રયત્નો થઈ રહ્યા છે. હું સમાજ વિરુદ્ઘની કોઈપણ પ્રકારની ખેદજનક ટિપ્પણીને સ્પષ્ટ શબ્દોમાં વખોડું છે અને સમાજને સમર્પિત છું.