ભારત

જે પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, તે આજે ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ છે , દિલ્હીના મંત્રી રાજકુમાર આનંદનું કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે ,

AAP પણ છોડી, કહ્યું- મારી પાસે ક્યાંયથી કોઈ ઓફર નથી ,

દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે બુધવારે મંત્રી પદ અને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે, ‘મને ક્યાંયથી ઓફર મળી નથી.’ તેણે કહ્યું, ‘હું આજે ખૂબ જ દુઃખી છું. રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો છે. આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. તેમણે કહ્યું, ‘આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસ્વસ્થતાભર્યું બની ગયું છે. તેથી, હું મંત્રી પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું, કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ આ ભ્રષ્ટાચાર સાથે જોડાય.

દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ નીતિ કેસમાં તિહારમાં કેસ દાખલ છે. પાર્ટીના નેતા સંજય સિંહને 4 એપ્રિલે 6 મહિના પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. રાજકુમારે કહ્યું કે AAPમાં દલિત ધારાસભ્યો કે કાઉન્સિલરો માટે કોઈ સન્માન નથી. દલિતોને મુખ્ય હોદ્દા પર સ્થાન આપવામાં આવતું નથી. હું બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને અનુસરનાર વ્યક્તિ છું. જો તમે દલિતો માટે કામ ન કરી શકો તો પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી.

ગયા વર્ષે નવેમ્બરમાં EDએ કસ્ટમ કેસમાં રાજકુમાર આનંદના ઘરે 23 કલાક માટે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન રાજકુમારે કહ્યું હતું કે, ‘તેઓ અમને હેરાન કરવા આવ્યા હતા. આખા ઘરની શોધખોળ કરી, જેમાં તેમને કંઈ મળ્યું નહીં.

આનંદે કહ્યું હતું કે, ‘આ દેશમાં સાચું બોલવું, દલિતોનું રાજકારણ કરવું, કામનું રાજકારણ કરવું એ ગુનો બની ગયો છે. ઇડી જે કસ્ટમ કેસની વાત કરી રહી છે તે 20 વર્ષ જૂનો છે અને તેના પર સુપ્રીમ કોર્ટે પણ નિર્ણય કર્યો છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button