દેશભરમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં 7 મે ના રોજ યોજાનાર છે, જોકે હવે કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા
ગુજરાતમાં વર્ષ 1996 બાદ પ્રથમ વાર મે મહિનામાંઆ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે.
લોકસભા ચૂંટણી ખરા ઉનાળે યોજાવાની હોય હવે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, દેશભરમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં 7 મે ના રોજ યોજાનાર છે. જોકે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. જેને લઈ હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. આ સાથે એક બાજુ કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ પણ ચિંતાગ્રસ્ત બન્યા છે. ગુજરાતમાં વર્ષ 1996 બાદ પ્રથમ વાર મે મહિનામાંઆ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ચૂંટણીના ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જોકે આ તારીખ દરમિયાન રાજ્યમાં ખરો ઉનાળો ચાલી રહ્યો હશે. જોકે આ વખતે હવે ભર ઉનાળાએ મતદાન દિવસ, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાનો સંજોગો સર્જાતા રાજકીય પક્ષો ચિંતામાં મુકાઈ ગયા છે. જેને લઈ હવે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફરીને મતદાન કરવાની અપીલ ઉપરાંત જો બહાર જવાનું આયોજન હોય તો મતદાન કર્યા બાદ બહાર ફરવા જજો તેવી અપીલ મતદારોને કરી રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.



