બ્રેકીંગ ન્યુઝ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા, 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

રોહન ગુપ્તાએ કર્યા કેસરિયા, રાજીનામા પૂર્વે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે બનાવ્યા હતા ઉમેદવાર

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે.  આ અગાઉ 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર પણ કર્યો હતો. નોંધનિય છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઈનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે, રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પૂરીના હસ્તે કેસરિયા કર્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે. અગાઉ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું હતું.

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button