વિશ્વ

અમેરિકી ગુપ્તચર વિભાગની ચેતવણી મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયેલમાં ભારે તબાહીની શકયતા ,

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના વડા તેલઅવીવ દોડી ગયા હવાઈ સુરક્ષા આપવા અમેરિકાની તૈયારી

ઈઝરાયેલ દ્વારા સીરીયામાં ઈરાની દુતાવાસ પર કરાયેલા મિસાઈલ હુમલા પછી બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે અને અમેરિકાએ પણ સ્વીકાર્યુ છે કે ઈરાન કોઈપણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે અને આ હુમલો અત્યંત ભીષણ હશે તથા મિસાઈલ તેમજ ડ્રોન મારફત ઈઝરાયેલી સરકારની ઈમારતો અને લશ્કરી મથકો પર હુમલો કરાશે. બીજી તરફ ઈઝરાયેલે જાહેર કર્યુ છે કે, અમારા પર સીધો હુમલો થશે તો અમે ઈરાન પર વળતો જવાબ આપવા તૈયાર છીએ. અમેરિકી ગુપ્તચર વિભાગે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઈરાન તેના દૂતાવાસ પર થયેલા હુમલાનો બદલો લેવા તૈયાર છે અને તે કોઈપણ સમયે ત્રાટકી શકે છે. ફકત સમયનો જ સવાલ છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ મિસેલ કુર્લીયા હાલ ઈઝરાયેલની મુલાકાતે પહોંચ્યા છે અને તે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી તેમજ સૈન્યના ટોચના અધિકારીઓ સાથે વાટાઘાટ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ જો ઈરાન મોટો હુમલો કરશે તો અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પણ એકશનમાં આવી શકે છે તે ઈરાન પરથી છોડાતા મિસાઈલ અને ડ્રોનને આંતરીને ઈઝરાયેલ સુધી પહોંચવા ન દે તેવી પણ શકયતા છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button