બ્રેકીંગ ન્યુઝ
અયોધ્યામાં રામમંદિરમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલ રામચરિત માનસના દર્શન શરૂ ,
સ્વર્ણાક્ષરોની લખવાની વાત માત્ર રૂઢિપ્રયોગ જ નથી બલકે તેને અસલમાં બનાવીને દેખાડયું છે
ચૈત્ર રામનવમીના યજમાનની પ્રતીક્ષા મંગળવારે પુરી થઈ હતી. આ યજમાન મધ્યપ્રદેશ કેડરના પુર્વ આઈએએસ અધિકારી છે. ત્યારબાદ બુધવારની સવારથી રામભકતોએ રામલલાના ચરણોમાં સ્થાપિત દોઢ કવીન્ટલ વજનના સોનાના અક્ષરોથી અંકિત રામચરિત માનસના દર્શન કર્યા હતા. આ દરમિયાન સવારથી જ રામલલા દરબાર જય શ્રીરામના ઉદઘોષથી ગુંજતો રહ્યો હતો. સ્વર્ણાક્ષરોની લખવાની વાત માત્ર રૂઢિપ્રયોગ જ નથી બલકે તેને અસલમાં બનાવીને દેખાડયું છે. પુર્વ આઈએએસ અધિકારી અને તેમના પત્નીએ તેમના પ્રયાસથી તામ્રપત્ર પર ઉપસાવવામાં આવેલ સોનાના અક્ષરોવાળી રામાયણને રામલલાની સાથે ગર્ભગૃહમાં રાખવામાં આવી છે.
Poll not found



