બિરલા ગ્રુપની કંપની Xpro Indiaના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 10000% થી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 10 રૂપિયાથી વધીને 1000 રૂપિયા થઈ ગયા છે.
રોકાણકારો ગેલમાં! 10 રૂપિયાના શેરે આપ્યું 10,000 ટકા રિર્ટન, બોનસ પર બોનસ આપી રહી છે કંપની
એક્સપ્રો ઇન્ડિયાએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને એકવાર બોનસ શેરની ભેટ પણ આપી છે .
બિરલા ગ્રુપની કંપની એક્સપ્રો ઈન્ડિયા (Xpro India)ના શેર છેલ્લા 4 વર્ષમાં 10 રૂપિયાથી વધીને 1000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. Xpro India ના શેરોએ છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 10000% થી વધુ વળતર આપ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં એકવાર કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ પણ આપી છે. એક્સપ્રો ઇન્ડિયાના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1295.50 રૂપિયા છે. જયારે કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 641.65 રૂપિયા છે.
(Xpro India)ના શેર 3 એપ્રિલ, 2020ના રોજ 10.10 પર હતા. 10 એપ્રિલ 2024ના રોજ કંપનીના શેર 1054.50 રૂપિયા પર બંધ થયા. છેલ્લા 4 વર્ષમાં એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં 10267%નો જોરદાર ઉછાળો આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ 3 એપ્રિલ, 2020ના રોજ એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને કંપનીના શેર વેચ્યા ન હોય, તો અત્યારે આ શેરની કિંમત 1.04 કરોડ રૂપિયા હોત. (Xpro India)એ જુલાઈ 2022માં રોકાણકારોને 1:2ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપ્યો.
છેલ્લા 3 વર્ષમાં (Xpro India)ના શેરમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેર 1765% વધ્યા છે. 9 એપ્રિલ, 2021ના રોજ કંપનીના શેર 56.13 રૂપિયા પર હતા. Xpro ઇન્ડિયાનો શેર 10 એપ્રિલ, 2024ના રોજ 1054.50 રૂપિયા પર બંધ થયો છે. છેલ્લા એક વર્ષમાં બિરલા ગ્રુપની કંપની એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં 60%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 655.55 રૂપિયાથી વધીને 1054.50 રૂપિયા થયા છે. એક્સપ્રો ઇન્ડિયાનું માર્કેટ કેપ આશરે 2180 કરોડ રૂપિયા છે.



