દેશમાં પીઢ રાજકીય નેતાઓની તુલનામાં દેખીતી રીતે યુવાન નેતાઓ આરોગ્ય પ્રત્યે વધુ સભાન છે અને ચુંટણી પ્રચાર દરમિયાન તેમના ડાયટમાં આ બાબતનું પ્રતિબિંબ પડે છે.
બપોરના ભોજન માટે હું ઘરે બનાવેલો ખોરાક પસંદ કરું છું. તેમાં એક બાઉલ દાળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. હું રોટલી અને ભાત ખાવાનું ટાળું છું.
દેશમાં પીઢ રાજકીય નેતાઓની તુલનામાં દેખીતી રીતે યુવાન નેતાઓ આરોગ્ય પ્રત્યે વધુ સભાન છે અને ચુંટણી પ્રચાર દરમિયાન તેમના ડાયટમાં આ બાબતનું પ્રતિબિંબ પડે છે. મોટાભાગના વરિષ્ઠ રાજકારણીઓ ગરમ ચાના કપ સાથે ચુંટણીપ્રચારના વ્યસ્ત દિવસની શરૂઆત કરે છે. જો કે યુવાન નેતાઓ અલગ રીતે પોતાના વ્યસ્ત દિવસની શરૂઆત કરે છે. કેટલાક સવારે ગરમ પાણી પીવાનું પસંદ કરે છે, જયારે અન્ય નેતાઓ તેમના દિવસની શરૂઆત કરવા માટે હળદરનું પાણી પસંદ કરે છે.
એક યુવા નેતાએ જણાવ્યું હતું કે, હું હળદરના પાણીથી દિવસની શરૂઆત કરું છું, જેનાથી ગળાના ઈન્ફેકશનમાં રાહત મળી શકે છે. આ પછી બોડી મસાજ કરાવું છું, જે મને તરોતાજા કરે છે. નાસ્તામાં એક મુઠ્ઠીભર બદામ તથા કેસર અને ફળો સાથેના એક ગ્લાસ દૂધનો સમાવેશ થાય છે. બપોરના ભોજન માટે હું ઘરે બનાવેલો ખોરાક પસંદ કરું છું. તેમાં એક બાઉલ દાળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. હું રોટલી અને ભાત ખાવાનું ટાળું છું. બપોરનું ભોજન સામાન્ય રીતે મારા ઘરેથી અથવા મતવિસ્તારના સમર્થકના ઘરેથી આવે છે. હું ચુંટણી પ્રચાર દરમિયાન મારી સાથે નારિયેળ પાણી પણ લઈ જઉં છું. તેમણે ડાયેટ ચાર્ટ બનાવવા માટે ડાયેટિશિયનની સલાહ લીધી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ગરમી વધી રહી છે અને પ્રચારઝુંબેશ જોરદાર છે. મને બીમાર પડવાનું કે મારા એનર્જી લેવલમાં ઘટાડો કરવાનું પોસાય તેમ નથી. તેથી હું મારા ડાયેટને વળગી રહું છું.
હાલના નવરાત્રી દરમિયાન સંખ્યાબંધ ઉમેદવારો ઉપવાસ કરે છે અને મર્યાદીત ખોરાક ખાવાનું પસંદ કરે છે. એક ઉમેદવારે જણાવ્યું હતું કે, ‘હું નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરું છું અને મને ડાયાબીટીસ પણ છે, હું નારિયેળ પાણી અને છાશ પર આધાર રાખું છું. હું સામાન્ય રીતે ફળો ખાવાનું ટાળું છું. પુર્વી યુપીમાં ત્રીજી મુદત માટે મેદાનમાં રહેલા અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે, તેઓ ‘સફરમાં ખાવાનું’ પસંદ કરે છે. હું મારી આખી ટીમ સાથે પરાઠા અને સબઝીનો નાસ્તો કરીને મારા ઘરેથી નીકળું છું અને પછી હું પ્રચારમાં જાઉં છું. ત્યારે લોકો મને જે ઓફર કરે છે તે હું ખાઉ છું.
મારા મતદારો જાણે છે કે હું ઘરેથી ખાવાનું લાવતો નથી, તેઓ મને રોટલી, સબઝી ગોળ, ભાત અને દૂધ અને ‘સત્તુ’ પણ ઓફર કરે છે. જનતા સાથે ભોજન કરવાથી સંબંધનો સેતુ બંધાય છે. અન્ય એક વરિષ્ઠ રાજનેતાએ કહ્યું કે, તેમને વિવિધ ગામોમાં તેમના સમર્થકો દ્વારા ભોજન માટે આમંત્રણ આપવામાં આવે છે. તેઓ જે પણ ઓફર કરે છે તે હું ખાઉં છું- પછી તે પુરી-સબ્જી હોય, પુલાવ હોય કે દાળ રોટલી હોય. હું મારી સાથે ખોરાક લઈ જઈ શકું છું.
કેટલીકવાર અમે રસ્તા પર આવેલા ઢાબા પર પણ ખાઈએ છીએ જે પ્રચાર માટે ઉત્તમ તક આપે છે અને હરીફ ઉમેદવારની પ્રચાર ઝુંબેશ વિશે માહિતી આપે છે. કેટલાક નેતાઓ મુસાફરી દરમિયાન નાસ્તો કરવા માટે પફડ રાઈસ, રોસ્ટેડ ચણા અને શરબત જેવા ‘ડ્રાય ખોરાક’ લઈ જાય છે.



