ગુજરાત

તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે, આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.

ગુજરાતમાં ઉનાળું વેકેશન જાહેર: પ્રાથમિક શાળાઓમાં કઇ તારીખ સુધી રજાઓ લાગુ રહેશે, જાણો

ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.

પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button