જાણવા જેવું

ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સ સહિત ઘણી કંપનીઓના CEO અને દુનિયાના ત્રીજા સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક ભારત આવી રહ્યા છે

સ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં મોટા રોકાણની તૈયારીમાં છે.

ટેક ટાઈકૂન એકલન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારત પ્રવાસ પર આવવાના છે. જાણકારી અનુસાર તે અમુક મોટા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરશે. કારણ કે તેમની આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનાથી ભારતમાં શું બદલાશે આવો જાણીએ. ભારત યાત્રા પર આવી રહ્યા છે. તે પીએમ મોદીને પણ મળશે. તે પોતાની બે કંપનીઓ ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા અને સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકનું કામ ભારતમાં શરૂ કરવા માંગે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતમાં 2થી 3 બિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટની વાત કરી શકે છે.

ભારતમાં EV પર ઈન્પોર્ટ ટેક્સ 100 ટકા હતો. મસ્ક તેમાં છૂટછાટ મેળવવા માંગતા હતા. ભારત સરકારે EV પોલિસીને મંજૂર આપી. ટેક્સ 100થી ઘટાડીને 15 ટકા કરી દીધો પરંતુ શરત એ હતી કે કંપની ભારતમાં ઓછામાં ઓછા 500 મિલિયન ડોલર ઈન્વેસ્ટ કરે અને મેન્યૂફેક્ચરિંગ યુનિટ લગાવે. તેનાથી મસ્કનો રસ્તો સ્પષ્ટ થયો. હવે દેશના ઘણા રાજ્ય મસ્કની યુનિટ માટે રાહ જોઈ રહ્યા છે.

ભારતમાં ટાટા, એમજી મોટર્સ, મહિંન્દ્રા મુખ્ય રીતે EV કાર કંપનીઓ છે. પેસેન્જર્સ વીકલ સેલમાં બે ટકા જ EVનું સેગ્મેન્ટ છે. ભારત પોતાના મેન્યૂફેક્ચરિંગ માર્કેટને મજબૂત કરવા માંગે છે. ટેસ્લા યુનિEટ લગાવે તો મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને ચારચાંદ લાગી શકે છે.

ટેસ્લાએ ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી છે કે તે તેનાથી પોતાના દુનિયાભરના ઓપરેશન માટે સેમિકંડક્ટર ચિપ લેશે એટલે ટેસ્લા ભારતમાં સપ્લાય ચેનની પણ ઈચ્છા ધરાવે છે. ટેસ્લા ભારતમાં મોડલ 2ની કારો બનાવવામાં આવશે. તેની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ હશે. ભારતમાં પહેલાથી ઈ-કારો બનાવી રહેલી કંપનીઓ માટે કોમ્પિટીશન વધાશે. લોકોને વધારે ઓપ્શન મળશે.

ટેસ્લાના સેલમાં ઘટાડો નોંધાયો છે. વાર્ષિક કમાણી પણ પાછલા બે વર્ષથી ઘટી છે. તેનું કારણ એ છે કે તેને ચીની અને યુરોપિયન કંપનીઓથી મોટી ટક્કર મળી રહી છે. ટેસ્લા ભારત આવે તો તેને નવા કંઝ્યુમર બેસ મળશે.સ્ટારલિંક પણ ભારતીય SATCom માર્કેટમાં આવવાનું સપનું 2022થી જોઈ રહી છે પરંતુ કાયદાકીય અડચણો સામે આવી રહી છે. 2023માં ટેલિકોમ એક્ટ પાસ કરી ભારત સરકારે અમુક અડચણો દૂર કરી છે. હવે સરકારે કહ્યું છે કે સ્ટારલિંકને લાઈસન્સ આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. બસ ગૃહ મંત્રાલયની મંજૂરી બાકી છે. ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી લગભગ નક્કી છે. તેનાથી લોકોને સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ મળશે

સ્પેસ X સસ્તા ભાવે સ્પેસમાં સેટેલાઈટ મોકલવાનું કામ કરે છે. 2023માં ઈન્ડિયન સ્પેસ પોલિસી આવી. સરકારે આ સેક્ટરમાં FDI નિયમોને પણ સરળ બનાવ્યા છે. એવામાં ભારતમાં સ્પેસ એક્સની એન્ટ્રીના રસ્તામાં પણ કોઈ મોટી અડચણ નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button