જાણવા જેવું

હવે ખુદ ભારત દેશ કરશે બુલેટ ટ્રેનનું નિર્માણ, રેલવેએ આપ્યા ગુડ ન્યુઝ, જાણો કયા રૂટ પર દોડશે

રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનો ભારતમાં હાલમાં ચાલી રહેલી કોઈપણ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે

વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે ભારત પણ સ્વદેશી બુલેટ ટ્રેનની તૈયારી કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે, એવી ચર્ચા છે કે, પ્રસ્તાવિત ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન હશે. હાલમાં તેની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે, વૈશ્વિક સ્તરે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોને હાઈ સ્પીડ ટ્રેન કહેવામાં આવે છે. એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર એક અધિકારીએ કહ્યું, તે વંદે ભારત પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યું છે, જે પહેલાથી જ 220 કિમી પ્રતિ કલાકની ઝડપને સ્પર્શ કરી શકે છે.  ડિઝાઈનનું કામ ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનો ભારતમાં હાલમાં ચાલી રહેલી કોઈપણ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે.

ભારત હાલમાં જાપાનીઝ ટેક્નોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે. આ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે અને 320 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકશે. એવા અહેવાલ છે કે, ભારત આ રૂટ પર શિંકનસેન E5 શ્રેણીની ટ્રેનો શરૂ કરવાનું વિચારી રહ્યું છે. ફ્રેન્ચ ટીજીવી અને જાપાનીઝ શિંકનસેન 250 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડે છે. રિપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યું છે કે, અત્યાર સુધી ભારતીય રેલ્વેની ટ્રેનોની સ્પીડ સુધારવા પર ધ્યાન આપવામાં આવતું હતું. તેમણે કહ્યું, વંદે ભારતનું (પ્રસ્તાવિત) પ્રકાર હવે 52 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપે પહોંચી શકે છે. જ્યારે વર્તમાન બુલેટ ટ્રેન આ કામ 54 સેકન્ડમાં કરે છે.

રિપોર્ટ અનુસાર મેડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેન ઉત્તર, દક્ષિણ અને ઈસ્ટર્ન કોરિડોરમાં ચાલશે, જેની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યું, નવા કોરિડોરમાં વધુ ભારતીય ટેક્નોલોજી અને સ્વદેશી બનાવટના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button