બ્રેકીંગ ન્યુઝ

75 ટકા 18 વર્ષની ઉંમર પૂર્વે જ વ્યસની થવા લાગે છે ગરીબ વર્ગનાં બાળકો-યુવાનોમાં પ્રમાણ વધુ: ગુજરાત સહિત 15 રાજયોમાં સર્વેનાં ચોંકાવનારા તારણો

અધ્યયન અનુસાર સૌથી વધુ મિઝોરમમાં 89 ટકા અને સૌથી ઓછા કેરળમાં 7.5 ટકા યુવાનો નશાની

દેશમાં 10 થી 24 વર્ષના યુવાનો કિશોરો,દારૂ, તમાકુ અને ભાંગ જેવા નશાની પકકડમાં ફસાઈ રહ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો 15 રાજયોમાં 1630 યુવાનો પર થયેલા સર્વે બાદ થયો છે. તેમાં એક તૃતિયાંશ યુવાનો નશાનાં વ્યસની થઈ ચુકયા છે. આ અધ્યયનમાં ઉકત રાજયોનાં એમ્સ સહીત અનેક હોસ્પિટલ સામેલ છે.
કિશોરાવસ્થા બાદ જ નશો શરૂ કરી દે છે: સંશોધન મુજબ 1630 માંથી 32.8 યુવાનો નશાની ચૂંગાલમાં છે. નશા કરનારાઓમાં નિમ્ન આવકવાળા વર્ગનાં બાળકોની સંખ્યા વધુ છે. 75 ટકા અર્થાત ત્રણ ચર્તુથાંશ યુવાનો એવા હતા જે કિશોરાવસ્થા અર્થાત 18 વર્ષની વયથી જ નશો શરૂ કરી રહ્યા હતા. 26.4 ટકા યુવાનોએ તમાકુ ઉત્પાદનોના સેવનની વાત સ્વીકારી હતી અને 26.1 ટકાએ દારૂના સેવનની વાત સ્વીકારી હતી.જયારે 9.5 ટકા યુવકોએ ભાંગ લેવાની વાત કરી હતી.

આવ્યું છે. જયારે સૌથી નીચી આવકવાળા પરિવારોમાં સૌથી વધુ 40 ટકા, મધ્યમ આવકવાળા 29 ટકા જયારે વધુ આવકવાળા સૌથી વધુ સૌથી ઓછા 23 ટકા યુવાનો નશામાં સામેલ હોવાની વાત કરી હતી.

દેશનાં જુદા જુદા રાજયો, જીલ્લામાં નશાની પકકડમાં આવેલા યુવાનો કિશોરોની વાત કરીએ તો સીમલા 19 ટકા, ભટીંડા 9.5 ટકા, ઋષિકેશ 9.9 ટકા, આગ્રા 9.2 ટકા, લખીમપુર 46 ટકા, જોરમ 89 ટકા, કલ્યાણી 17.2 ટકા, ભૂવનેશ્વર 37 ટકા, હૈદરાબાદ 10.2 ટકા, કુટયમ 14.2 ટકા, ફરીદાબાદ 8.2 ટકા, ગુજરાતમાં દાહોદ 61 ટકા, બેંગલુરૂમાં 54.5 ટકા, પઠનમથીટ્ટા 7.5 ટકા ચેન્નાઈ 46.3 ટકાનો સમાવેશ થાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button