બ્રેકીંગ ન્યુઝ

ટેસ્લાના સીઈઓ એલન મસ્કના સમર્થન બાદ. યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા મળશે

યુએનએસસી સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનોમાં સુધારાને અમારું સમર્થન: અમેરિકા

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ભારતને સ્થાયી સીટ મળે તે માટે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે તાજેતરમાં સમર્થન આપ્યા બાદ આ મામલે હવે અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે.

અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય ઉપપ્રવકતા વેદાંત પરેલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનોમાં સુધારા માટે સમર્થનની રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં એલન મસ્કે ભારતને યુએનએસસીમાં સીટ ન મળવાની ઘટનાને વાહિયાત ગણાવી હતી.

વેદાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમે નિશ્ચિત રીતે સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં સુધારાનું સમર્થન કરીએ છીએ. જેથી તેને 21મી સદીની દુનિયા કે જેમાં આપણે રહીએ છીએ, તેમાં પ્રતિબિંબીત કરી શકાય, આ પગલા શું છે તેના બારામાં બતાવવા માટે અમારી પાસે ખાસ કોઈ જાણકારી નથી, પણ નિશ્ચિત રીતે અમે તેનો સ્વીકાર કરીએ છીએ. સુધારાની જરૂરિયાત છે.

ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી વિકાસશીલ દુનિયાના હિતોનુ બહેતર પ્રતિનિધિત્વ કરવા પણ સુરક્ષા પરિષદમાં સ્થાયી સીટની માંગ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનથી દેશની ખોજને ગતિ મળી છે. યુએનએસસીના પાંચ સ્થાયી સદસ્યોમાં ચીન, યુકે, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button