કેન્દ્રીય ગૃહમંત્રી આજે ઉમેદવારી નોંધાવશે. આજે તેઓ તેમનાં સમર્થકો ખાતે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ દિલ્લીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તૈયારી કરશે.
ઉમેદવારી નોંધાવતા પહેલા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની આજે બેઠક, CR પાટીલ સહિત દિગ્ગજો ભરશે ફોર્મ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવશે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. ગણતરીનાં સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભશે. બપોરે 112.39 વાગ્યે ફોર્મ ભર્યા બાદ દિલ્લી રવાના થશે. દિલ્લીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તૈયારી કરશે.
ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહે બેઠક કરી હતી. સર્કિટ હાઉસ ખાતે 10.30 વાગ્યે અમિત શાહની બેઠક યોજી હતી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. બેઠક બાદ 12 વાગ્યાની આસપાસ કલેક્ટર કચેરીએ અમિત શાહ ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ ગાંધીનગરથી અમિત શાહ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવાઅમિત શાહ રવાના થશે.
3 ભાજપના અને 3 કોંગ્રેસના ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારીનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસનાં 6 નેતા ઉમેદવારી કરશે. ગાંધીનગરથી અમિત શાહ ફોર્મ ભરશે. નવસારીથી સી.આર.પાટીલ ઉમેદવારી નોંધાવશે. જામનગરથી પૂનમ માંડમ અને રાજકોટથી પરેશ ધાનાણી ફોર્મ ભરશે. નવસારીથી કોંગ્રેસના નૈષઘ દેસાઈ, મહેસાણાથી કોંગ્રેસનાં રામજી ઠાકોર ફોર્મ ભરશે. જ્યારે 3 ભાજપનાં અને 3 કોંગ્રેસનાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.