ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીએ પોતાના ફોર્મ રદ કરવા અરજી આપી! હવે શું થશે ,

લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જોકે આ પહેલા બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ભરેલા ફોર્મમાં ભૂલો સામે આવી છે.

બનાસકાંઠાની વિધાનસભા સીટ પરથી ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે તેમના ફોર્મમાં બી.એસ.સી અને એમ.એસ.સી વચ્ચે બે વર્ષના અંતરમાં ભૂલ હતી. આથી ફોર્મમાં ભૂલ જણાતા રેખાબેન ચૌધરીએ પોતાનું પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને બીજું ફોર્મ રજૂ કર્યું હતું. નવા ફોર્મમાં ભાજપના ઉમેદવારે  બી.એસ.સી 1999, એમ.એસ.સી 2001 અને પી.એચડી 2022 માં કરી હોવાના ત્રણ સુધારા કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભરેલા ફોર્મમાં પણ ભૂલ હોવાથી તેમણે પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને નવા 7 સુધારાઓ સાથે નવું ફોર્મ ભર્યું હતું. નવા ફોર્મમાં ગેનીબેન ઠાકોરે મિલકતની વર્તમાન કિંમત સાથે ફોર્મ જમા કરાવ્યું હતું.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠકથી ફોર્મ ભરવાના છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ આજે નવસારીમાંથી ઉમેદવારી પત્ર ભરશે. તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ આજે રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button