ઈકોનોમી
ઈઝરાયેલના હુમલાના પગલે શેર-કોમોડીટી માર્કેટમાં જબરી અફડાતફડી ક્રુડતેલ 3% વધી 88.86 ડોલર પ્રતિ બેરલ નોંધાયુ
આજે ઈઝરાયેલ એ ફરી એક વખત બદલો લેવા માટે ઈરાન પર સીધો હુમલો કરતા જ શેર તથા કોમોડીટી માર્કેટમાં જબરી ઉથલપાથલ જોવા મળી છે. એક તરફ શેરબજારમાં પ્રારંભીક કડાકા નોંધાયા હતા.
: આજે ઈઝરાયેલ એ ફરી એક વખત બદલો લેવા માટે ઈરાન પર સીધો હુમલો કરતા જ શેર તથા કોમોડીટી માર્કેટમાં જબરી ઉથલપાથલ જોવા મળી છે. એક તરફ શેરબજારમાં પ્રારંભીક કડાકા નોંધાયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 500 પોઈન્ટ ગગડયો હતો તો સોનુ ફરી એક વખત પક્ષને 72638 કરોડની સપાટીએ પહોંચી છે. રૂપિયો પણ તૂટયો છે અને ડોલર સામે રૂપિયાએ 83.50ની નવી નીચી સપાટી નોંધાવી છે અને ઈઝરાયેલ હુમલાની માહિતી સાથે સેન્સેકસ એક તબકકે 600 પોઈન્ટ ગગડયો હતો.
ખાસ કરીને હુમલાની તિવ્રતા અંગે આવી રહેલા અહેવાલો તો ઈરાનના અણુ મથકો પર કોઈ હુમલો થયો નથી તે અહેવાલ બાદ થોડો ગભરાટ શમ્યો હતો. ક્રુડતેલ 3% વધીને 88.86 ડોલર પ્રતિબેરલ પહોંચી ગયુ છે. સોનુ 1% વધ્યુ છે.
Poll not found



