ગુજરાત

કોડ સ્કેન કરતાં જ ખબર પડી જશે કેરીની એકસપાયરી ડેટ-પેકીંગ ડેટ અને ખેડૂતનાં બારામાં ,

જીઆઈ ટેગવાળી કોંકણની હાફુસ કેરીના નામે છેતરપીંડી રોકવા માટે હવે નવા કયુઆર કોડનો ઉપયોગ થશે.કોંકણ હાફુસ કેરી ઉત્પાદક અને વિક્રેતા સહકારી સમિતિએ જીઆઈ રજીસ્ટર્ડ ખેડુતોને કોડ ઉપલબ્ધ કરાવ્યા છે. આથી ગ્રાહકોને ખબર પડી જશે કે કેરી અસલી છે કે

જીઆઈ ટેગવાળી કોંકણની હાફુસ કેરીના નામે છેતરપીંડી રોકવા માટે હવે નવા કયુઆર કોડનો ઉપયોગ થશે.કોંકણ હાફુસ કેરી ઉત્પાદક અને વિક્રેતા સહકારી સમિતિએ જીઆઈ રજીસ્ટર્ડ ખેડુતોને કોડ ઉપલબ્ધ કરાવ્યા છે. આથી ગ્રાહકોને ખબર પડી જશે કે કેરી અસલી છે કે નકલી. જોકે વાસી એવીએમપી માર્કેટમાં આ કેરી હજુ વેચાવા માટે આવી નથી. ફરીયાદો મળી છે કે હાફુસના નામે કર્ણાટકની કેરીઓ વેચવામાં આવી રહી છે.

કોંકણની દેવગઢ હાફુસ કેરીને મહત્વ જાળવી રાખવા માટે ડો.વિવેક ભીડેનાં નેતૃત્વમાં હાફુસ ઉત્પાદક સંગઠનોએ બે વર્ષ પહેલા કયુઆર કોડ પ્રણાલી શરૂ કરી હતી. શરૂઆતમાં અનેક પડકારો આવેલા કોડનો બીજીવાર ઉપયોગની આશંકા હતી. આ વર્ષે નવા કોડ તૈયાર કરવામાં આવ્યા છે. તેના બીજીવાર ઉપયોગનાં ચાન્સ ઓછા છે.
એપીએમસી જુએ છે રાહ નવી મૂંબઈના કેરીના વેપારી સુનિલ કેવટે જણાવ્યું હતું કે એપીએમસી ફળ બજારમાં કોંકણ કેરીની આવક તો વધી ગઈ છે પણ જેટલા કયુઆર કોડ ખેડુતોને મળ્યા છે તે ઓછા છે.આ સ્થિતિમાં કયુઆર કોડવાળી કેરી હજુ આવી નથી.

મહારાષ્ટ્ર રાજય કેરી ઉત્પાદક સંઘના અધ્યક્ષ ચંદ્રકાંત મોકલે કહ્યું હતું કે નકલી કેરીની આવક રોકવા માટે કોંકણમાં જ હાફુસની બ્રાન્ડીંગ કરવામાં આવી રહી છે. અમે એપીએમસી વેપારીઓને માર્કેટીંગ વિભાગ મારફત આ દિશામાં નિર્દેશ કરવાની માંગ કરી છે. જેથી ખેડૂતોને સાચા ભાવ મળે અને ગ્રાહકોને અસલી હાફુસ

News Click 24

Poll not found

Related Articles

Back to top button