જાણવા જેવું

વીમા નિયામક ઈરડાએ અધિકતમ વયમર્યાદાને હટાવી હવે કોઈપણ વયે સ્વાસ્થ્ય વીમો ઉતરાવી શકાશે ,

ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા) એ સ્વાસ્થ્ય વીમા સાથે જોડાયેલ અનેક નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ઈરડાએ સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે વયની સીમાને પણ હટાવી દીધી છે, આ સાથે જ વીમા કલેમ કરવા માટે મોરેટોરિયમ સમયગાળાને પણ ઘટાડી દીધો છે. નિયમોમાં હવે કોઈપણ વયની વ્યક્તિ સ્વાસ્થ્ય વીમો લઈ શકે છે. અત્યાર સુધી કંપનીઓ 65 વર્ષથી વધુ વયની વ્યક્તિનો વીમો નહોતી લેતી હતી, પણ હવે 100 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ સ્વાસ્થ્ય વીમો લઈ શકે છે કંપનીઓ તેના માટે ના નથી કહી શકતી.

વિશેષજ્ઞોના અનુસાર વીમા કંપનીઓને હવે વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને પણ વીમા પોલીસી રજુ કરવી પડશે. જો કે, આવા કેસોમાં વીમા પ્રીમીયમ કેટલુંક વધુ હોઈ શકે છે.

આ સાથે જ નિયામકે વીમા કલેમ માટે મોરેટોરિયમ સમયગાળાને 8 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દીધો છે એટલે હવે સતત 60 મહિના સુધી પ્રીમીયમ ચુકવનાર ગ્રાહકનો કલેમ વીમા કંપની ફગાવી નહીં શકે. તેનો ફાયદો નવા અને હાલના બન્ને નવા અને હાલના બન્ને ગ્રાહકોને થશે. ખરેખર તો વીમા કંપનીઓ ડાયાબીટીસ, હાઈપરટેન્શન, અસ્થમા જેવી બીમારીઓના બારામાં જાણકારી નહીં દેવાના આધારે કલેમ ફગાવી દે છે. કંપનીઓ માત્ર દાવો જ ફગાવતી નથી હોતી. બલકે પોલિસી જ રદ કરી દે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે નિયમોમાં ફેરફારથી વરિષ્ઠ નાગરિકોને મોટો ફાયદો થશે. ખાસ કરીને તેમને, જેમની પાસે કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સુરક્ષા નથી. સરકારી કર્મચારીઓને નિવૃતિ બાદ સરકાર તરફથી સ્વાસ્થ્ય સુરક્ષા મળતી રહે છે પણ ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓ માટે 65 વર્ષ સુધી જ આ સુવિધા ઉપલબ્ધ છે. મોટાભાગના કર્મચારીઓને કોઈ પ્રકારનું હેલ્થ કવર નથી મળતું હોતું, તેમના માટે ઈરડાનો નિર્ણય રાહત આપનારો છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે મોરેટોરિયમ સમયગાળો ઘટવાથી કંપનીઓની મનમાની રોકાશે. અનેક વાર કંપનીઓ પોલીસી એ આધારે રદ કરી દેતી હોય છે કે ગ્રાહકે બીમારીના બારામાં પહેલા જાણકારી નહોતી આપી, ભલે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બીજું રહ્યું હોય. ભલે ગ્રાહકે પાંચ વર્ષ સુધી સતત પ્રીમીયમ ભર્યું હોય. વિશેષજ્ઞોનું કહેવુ છે કે આઠ વર્ષનો સમય ઘણો લાંબો હતો. અગાઉથી મોજૂદ બીમારીઓના લક્ષણો બહાર આવવામાં પાંચ વર્ષનો સમય પુરતો છે.

સૌથી પહેલા કંપનીને ફરિયાદ કરવી જોઈએ. કંપનીની વેબસાઈટમાં મોજૂદ ઈ-મેલ સરનામા પર ફરિયાદ મોકલો, જો અહીં 15 દિવસમાં ફરિયાદનો નિકાલ ન આવે તો ઈરડાની વેબસાઈટ (irdai.gov.in/)  પર ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button