ઈન્ડીયન લવર્સ પાર્ટી, ટવેન્ટી-20 પાર્ટી અને નેશનલ ટાઈગર પાર્ટી; આ પક્ષો પણ ચુંટણી લડે છે ,
દેશમાં 2796 નહી નોંધાયેલા રાજકીય પક્ષોના એજન્ડા ,
દેશની સૌથી જુની પોલીટીકલ પાર્ટી કોંગ્રેસ અનેક વખત તૂટી છે અને આજના ભાજપ અને ડાબેરી પક્ષો આમ આદમી પાર્ટી સિવાયના મોટાભાગના રાજકીય પક્ષો કોંગ્રેસ કુળના જ છે અને હવે તો રાજકીય પક્ષોના ડીએનએ એટલા બધા એકબીજામાં મીકસ થઈ ગયા છે અને ક્રોસ બ્રીડીંગ થયુ છે કે મૂળ તે કયો પક્ષ અને તેની વિચારધારા કે મુદાઓનું તે એક દશકા પછી શોધવા પણ મુશ્કેલી પડશે. રાજકીય પક્ષોમાં જયારે ભાગલા પડે છે કે બળવા થાય છે તો તેઓથી પણ પક્ષ રચાય છે. એનસીપી મૂળ કોંગ્રેસ અને તેના ભાગલા થયા તો હવે બે એનસીપી છે આવુ જ શિવસેનાનું છે અને તેઓ પક્ષના નામ તથા ચુંટણી પ્રતિક માટે સુપ્રીમ કોર્ટ સુધી લડે છે પણ અનેક લોકો એવા છે જે કોઈ રાજકીય ભૂમિકા વગર પણ પોતાના પક્ષ રચી દે છે.
રસપ્રદ નામોની પસંદગી સાથે તેના એજન્ડા પણ અત્યંત આકર્ષક છે. આ પક્ષો જે હાલ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે તેમાં ઈન્ડીયન લવર્સ પાર્ટી, ઈન્ડીયન બીલીવર્સ પાર્ટી આ બન્ને તેલંગાણામાં ચુંટણી લડે છે. બંગાળમાં ઈન્ડીયન માનુષ પાર્ટી પણ ચુંટણી મેદાનમાં મોજૂદ છે.
બિહારમાં ભલે વાઘ ના હોય પણ અહી ઈન્ડીયન ટાઈગર્સ પાર્ટી મોજૂદ છે. કર્ણાટકમાં પીરામીડ પાર્ટી ઓફ ઈન્ડીયા, મહારાષ્ટ્રમાં વિકોલીવીર ઈન્ડીયન પાર્ટી, આવા ડઝન-ડઝન રાજકીય પક્ષો હવે લોકો સમક્ષ મત માટે આવી છે અને તેઓ પોતાના નામ અને તેવાજ રસપ્રદ ચુંટણી પ્રતિક સાથે ચુંટણીના તનાવભર્યા વાતાવરણમાં થોડી રમૂજ પણ આપે છે.
ચુંટણી પંચની ભાષામાં આ પ્રકારન પક્ષોને અન રકગ્નાઈઝડ પોલીટીકલ પાર્ટી એટલે કે તે માન્યતા નહી ધરાવતા રાજકીય પક્ષો છે. મે 2022ના ડેટા મુજબ આ પ્રકારની 2796 પાર્ટીઓ હતી પણ આયુષ્ય મોટાભાગે એક ચુંટણી જ હોય છે. હવે તો ચુંટણીપંચે ઉમેદવાર માટે નિયમો કડક બનાવ્યા છે તેથી તેઓને ચુંટણી લડવી મુશ્કેલ પડે છે છતા ઈવીએમમાં નામ માટે પણ તમો ડિપોઝીટ ગુમાવવાનું જોખમ લઈ લે છે અને હવે ક્રિકેટની સીઝનમાં ટવેન્ટી-20 પાર્ટી અને હાઈટેક પાર્ટી પણ અસ્તિત્વમાં આવી છે.
દરેકને પક્ષના એજન્ડા ચૂંટણી પ્રતિક અને તેનો ધ્વજ પણ છે. યુપીએ આપકી અપની પાર્ટીના સ્થાપક તો કહે છે કે અહી દરેક પ્રમુખ છે અને દરેક મહામંત્રી ગુજરાતમાં રાઈટ ટુ રીકોલ પાર્ટી રચાઈ હતી. હરિયાણામાં આરક્ષણ વિરોધી પાર્ટી પણ મોજૂદ છે.



