વિશ્વ

માલદિવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની મોટી જીત, પીપલ્સ નેશનલ કોંગ્રેસનો 60થી વધુ સીટ પર વિજય

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) એ 93 સભ્યોની સંસદ માટે અત્યાર સુધી જાહેર કરાયેલી 86 બેઠકોમાંથી 66 બેઠકો જીતી લીધી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) માત્ર 12 સીટો પર આગળ છે.

માલદીવમાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)એ લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ જીત મેળવી છે. ચૂંટણી પરિણામો અનુસાર, 93 સભ્યોના ગૃહ માટે યોજાયેલી ચૂંટણીમાંથી 86 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મુઈઝુની પાર્ટીને 66 સીટો મળી છે જ્યારે 6 સીટો અપક્ષના ફાળે ગઈ છે. બાકીની સાત બેઠકોના પરિણામ હજુ જાહેર થયા નથી. મુઈઝુની પીએનસી પાસે પહેલાથી જ 47 બેઠકોની બહુમતી કરતાં 19 બેઠકો વધુ છે.

સંસદમાં બહુમત ન હોવાના કારણે મુઈઝુને નવા કાયદા બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેમના માટે આ ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ હતી.

મુઇઝ્ઝુની પાર્ટીનો જંગી વિજય એ પણ ભારત માટે ઝટકો છે. જેનો અર્થ છે કે લોકો અન્ય કોઈ પ્રાદેશિક શક્તિ, ભારતને બદલે ચીન તરફના રાષ્ટ્રપતિના રાજકીય ઝોકને સમર્થન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુઇઝુને ગયા સપ્ટેમ્બરમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના પ્રોક્સી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમની ચૂંટણી દરમિયાન તેમણે દેશની ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિને ખતમ કરવાનું વચન આપ્યું હતું.

માલદીવના બંધારણ હેઠળ, સંસદના તમામ નિર્ણયો અને સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલો સંસદીય બહુમતીથી પસાર થવા જોઈએ. હવે જ્યારે મુઈઝુની પાર્ટીને બહુમતી મળી ગઈ છે, તો તે પોતાની રીતે દેશની નીતિઓ અને કાયદાઓ બનાવી શકે છે, કારણ કે તેને સંસદમાં પાસ કરાવવામાં સરળતા રહેશે.

તમને જણાવી દઈએ કે માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સીધી જનતાના મત દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. ગયા વર્ષે, મુઇઝુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના વિરોધી મોહમ્મદ સોલિહને હરાવ્યા હતા. રવિવારે જે મતદાન થયું તે મજલિસ એટલે કે સંસદ માટે હતું, જેના દ્વારા લોકો પાંચ વર્ષ માટે સાંસદોની પસંદગી કરે છે. સંસદમાં બહુમતી ધરાવતા પક્ષ માટે નવા કાયદા બનાવવાનું સરળ છે.

અન્ય એક ચીન તરફી નેતા, અબ્દુલ્લા યામીનને ગયા અઠવાડિયે કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં તેમની 11 વર્ષની સજા રદ કર્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. માલેમાં પોતાનો મત આપ્યા બાદ પ્રમુખ મુઈઝુએ કહ્યું હતું કે, “બધા નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે બહાર આવવું જોઈએ અને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.”

News Click 24

Poll not found

Related Articles

Back to top button