ગુજરાત

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 328, 5 વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારના ફોર્મ માન્ય

12મીથી 19મી સુધી લોકસભા માટે 433, વિધાનસભા માટે 37 ફોર્મ ભરાયા હતાં

ગુજરાતમાં લોક્સભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 7મીના મેના રોજ પેટા ચૂંટણીઓ યોજવાની છે. જે માટે 12મી, એપ્રિલે જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદથી ઉમેદવારી પત્રો ભરાવાની શરુઆત થઈ હતી. જે 19મી એપ્રિલના ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસ સુધી ચાલુ રહી હતી.

આમ, 12મી એપ્રિલથી 19મી એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એવી જ રીતે વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.

હવે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 20મી અને 21મી ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ લોકસભા માટે 105 અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 10 ઉમેદવારીપત્રો રદ એપ્રિલે આ ભરાયેલા ઉમેદવારી પત્રોની તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા હતા અર્થાત લોકસભાની ચૂંટણી માટેના કુલ 105 ઉમેદવારી પત્રો રદ કરાયા હતા.

એવી જે જ રીતે વિધાનસભાની પેટા-ચૂંટણી માટેના 10 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. હાલની સ્થિતિએ સૌથી વધુ 30 ઉમેદવારો ગાંધીનગર લોકસભાની બેઠક માટે તથા અનુસૂચિત જનજાતિ માટેની અનામત એવી બારડોલી બેઠક પરથી સૌથી ઓછા 3 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે. એવી જ રીતે વિધાનસભાની 5 બેઠકોની પેટા-ચૂંટણી માટે સૌથી વધુ 8 ઉમેદવારી પત્રો વિજાપુર બેઠક ઉપર સૌથી વધુ અને માણાવદર અને ખંભાત બેઠક માટે સૌથી ઓછા 4-4 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

હવે, પંચના નિયત કાર્યક્રમ પ્રમાણે 22મી, એપ્રિલના સોમવારે બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. કોઈ ઉમેદવારને હવે પોતાનું ઉમેદવારી પાછું ખેંચવું હોય તો, તે આ સમયગાળા દરમ્યાન પરત ખેંચી શકશે અને ત્યારબાદ તે બેઠકો માટે જે ઉમેદવારી બાકી રહેશે, તેમની વચ્ચે જ 7મી-મેના રોજ ખરાખરીનો ચૂંટણી જંગ જામશે. આમ, કઈ બેઠક ઉપર કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેનું આખરી ચિત્ર 22મીની બપોર પછી જ જાણી શકાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button