લોકસભા ચૂંટણી ચાલે છે ત્યારે અનેક એવા ઉમેદવારો છે, જેમની સામે ગંભીર આપરાધિક કેસો નોંધાયેલા છે.રાજસ્થાનના બીજા ચરણની ચૂંટણીમાં 152 ઉમેદવારોમાં 25 જેટલા એવા ઉમેદવારો છે જેમની સામે આપરાધિક કેસો થયા છે
ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય નાના-નાના પક્ષોના ઉમેદવારો સામે લૂંટ, હત્યા, દુષ્કર્મ સહિતના આરોપો
દેશમાં લોકસભા ચૂંટણી ચાલે છે ત્યારે અનેક એવા ઉમેદવારો છે, જેમની સામે ગંભીર આપરાધિક કેસો નોંધાયેલા છે. આ પરિસ્થિતિમાં રાજસ્થાનના બીજા ચરણની ચૂંટણીમાં 152 ઉમેદવારોમાં 25 જેટલા એવા ઉમેદવારો છે જેમની સામે આપરાધિક કેસો થયા છે. આ ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત અન્ય પક્ષોના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉમેદવારોમાં રવિન્દ્ર ભાટ્ટી, રાજકુમાર રોત અને કરણસિંહ ઉચિયારડા જેવા અનેક ઉમેદવારો છે જે જીતતા આવ્યા છે.
રાજસ્થાનમાં બીજા ચરણમાં અજમેર, બાંસવાડા, ચિતોડગઢ, જાલૌટ, બાડમેર, ભીલવાડા, રાજસમંદ, કોટા, ઉદયપુર વગેરે ખાતે તા.26 એપ્રિેલ મતદાન થનાર છે જેમાં 16 ઉમેદવારો સામે તો ગંભીર ધારાસભા હેઠળ કેસ દાખલ છે. અહીં ગંભીર કલમોનો મતલબ બિન જામીન લાયક અપરાધ અને એ કેસોમાં પાંચ વર્ષ કે તેથી વધુ વયની સજાની જોગવાઇ છે.
આપણી લોકશાહીની વ્યવસ્થા દરેક વ્યકિતને ચૂંટણી લડવાનો હક ઓપ છે તે ભારતનો નાગરિક હોવો જોઇએ. ચૂંટણી લડનાર પાસે એવી આશા રખાય છે કે તે સ્વચ્છ છબીનો હોવો જોઇએ. પણ એવા ઘણા ઉમેદવારો જોવા મળે છે જે આપરાધિક બેક ગ્રાઉન્ડ ધરાવતો હોય અને ચૂંટણી જીતીને સરકારનો ભાગ બની જાય છે. આવા નેતાઓના કેસની સુનાવણી વર્ષો સુધી ચાલતી હોય છે અને નેતાજી શાસનનો સ્વાદ લેતા રહેતા હોય છે.
રાજસ્થાનમાં બીજા ચરણની ચૂંટણી યોજાનાર છે ત્યારે સોગંદનામામાં 152 ઉમેદવારોમાંથી 25 ઉમેદવારો સામે ગંભીર આપરાધિક કેસ નોંધાયા હોવાને બહાર આવ્યું છે. આવા કેટલાક ઉમેદવારોમાં વિજેન્દ્ર (આઝાદ પાર્ટી), ટોંક સવાઇ માધોપુર લોકસભા ક્ષેત્ર (કુલ કેસ 16) જેમાં હત્યાનો પ્રયાસ, મારપીટ સામેલ, ભાજપના ઉમેદવાર સુખબીરાસિંહ જોનપુરિયા, ટોક સવાઇ માધોપુર લોકસભા ક્ષેત્ર, સરકારી આદેશના ઉલ્લંઘનનો કેસ, રામચંદ્ર ચૌધરી (કોંગ્રેસ), અજમેર લોકસભા ક્ષેત્ર સામે દુષ્કર્મના આરોપનો કેસ દાખલ છે.



