મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યા હતા
જોકે સારવાર બાદ તેઓએ ટ્વીટ કર્યું કે "મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાઈ હતી. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી મીટીંગમાં હાજરી આપવા વરુડ જવા રવાના થઈ રહ્યો છું. તમારા સ્નેહ અને શુભેચ્છાઓ બદલ આભાર."

મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યા હતા. જોકે, સ્ટેજ પર હાજર ભાજપના નેતાઓએ તેમને તરત જ ઉભા કર્યા હતા અને સારવાર માટે લઈ ગયા. જોકે સારવાર બાદ તેઓએ ટ્વીટ કર્યું કે “મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાઈ હતી. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી મીટીંગમાં હાજરી આપવા વરુડ જવા રવાના થઈ રહ્યો છું. તમારા સ્નેહ અને શુભેચ્છાઓ બદલ આભાર.”
લોકસબા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં જે પાંચ સીટો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં નાગપુરની સીટ પણ સામેલ છે. અહીં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે. તેમની સામે કોંગ્રેસે વિકાસ ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે નીતિન ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.