ક્ષત્રિયો હવે આકરા પાણીએ ભાજપ સાથે વ્યવહાર જ બંધ જેવો ઘાટ સુરેન્દ્રનગર ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજે ખાલી કરાવ્યું રાતોરાત સ્થળાંતર
ઉમેદવાર-ભાજપના પ્રચાર હોર્ડીંગ્સ, મેનેજમેન્ટ કન્ટ્રોલ રૂમની માળખાકીય સવલત વગેરે હટાવીને નવા કાર્યાલયમાં ખસેડાયા
રાજકોટની લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સામેનું ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ આક્રમક બનવા લાગ્યુ છે. ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવતાં રાજકીય સોંપો પડી ગયો છે. ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં ખોલવામાં આવ્યું હતું. રૂપાલા સામેનાં આંદોલનને ભાગરૂપે સમાજના યુવાનોએ તે ખાલી કરવાનું અલ્ટીમેટમ આપતા ભાજપ દ્વારા રાતોરાત તે ખાલી કરી દેવામાં આવ્યું હતું.આ સ્થળની નજીકની ખાનગી શાળામાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યુ હતું. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તથા ભાજપનાં પ્રચારના હોર્ડીંગ્સ-બેનર ઉપરાંત પ્રચાર વ્યવસ્થા માટેના કન્ટ્રોલ રૂમની માળખાકીય સુવિધા પણ ખસેડી લેવામાં આવી હતી.
પરસોતમ રૂપાલાની ઉમેદવારી ભાજપે રદ નથી કરી ત્યારે ટિકિટ પણ ભરત ખેંચવામાં નથી આવી ત્યારે પરસોતમ રૂપાલા ના વાણી વિલાસ મુદ્દે ક્ષત્રિય સમાજ લાલઘુમ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર પણ તેની અસર ભાજપપર પડી છે ખાસ કરીને સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ ઉપર બનાવવામાં આવેલું ભાજપનું કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છેે ક્ષત્રિય સમાજની જગ્યામાં આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું તે સમયે વિરોધ ન હતો ત્યારે કોઈપણ પ્રકારના વાણી વિલાસ નો મુદ્દો પણ ન હતો તે સમયે આ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું.
જે સ્થળે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું હોય તે જગ્યા ક્ષત્રિય સમાજની હોવાના કારણે હાલની પરિસ્થિતિ મુજબ આ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે કારણ કે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ નથી કરવામાં આવી અને તે પોતે પણ ચૂંટણી લડી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલા ના વાણી વિલાસ સામે હવે સમગ્ર ભારતમાં વિવાદ વકર્યો છે ત્યારે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની જગ્યામાં ભાજપનું જે મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું હતું તે ખાલી કરવામાં આવ્યું છે.
જો કે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા આ કાર્યાલય ખાલી કરાવવા મુદ્દે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ભાજપ દ્વારા આ કાર્યાલય ખાલી કરી અને બાજુમાં આવેલી ખાનગી શાળામાં આ કાર્યાલય ખસેડવામાં આવ્યું છે પરસોતમ રૂપાલા ના વાણી વિલાસ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો ક્ષત્રિય સમાજ આપી રહ્યું છે ત્યારે હવે ભાજપનું મુખ્ય કાર્યાલય પણ ખાલી કરાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પરસોતમ રૂપાલા ના વાણી વિલાસના પગલે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપની ચિંતામાં એક તરફ વધારો થતોે છે અમુક ગામોમાં કાર્યક્રમમાં બદલવા પડી રહ્યા છે તો અમુક ગામોમાં હજુ સુધી ભાજપના આગેવાનો પ્રચાર માટે પણ ન જઈ શક્યા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે.
જોકે ગૃહ મંત્રી હર્ષકુમાર સંઘવીએ બંધ બરણે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને તેમજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ પર હવે નિષ્ફળનીવડ્યો છે કારણ કે વિવાદ છે તે વધુ વખત તો જઈ રહ્યો છે હવે તો આજે કાર્યાલય પણ ખાલી કરાવવામાં આવ્યું છે અને ભાજપે ખાલી પણ કરી દીધું છે..



