ગુજરાત

સુરતમાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ્દ થવા મુદ્દે નવો વળાંક ટેકેદારો પણ ડબલ ગેમ રમતા હતા , ટેકેદારોેએ અમારી રૂબરૂમાં સહી કરી હતી

હવે તમામ ચાર સાક્ષીઓ કે જેઓએ આ ફોર્મમાં સાક્ષી તરીકે સહી કરી છે તેઓએ ટેકેદારોનો ભાંડો ફોડી નાંખ્યો છે અને તેનાથી હવે કુંભાણીની મુશ્કેલી વધે તેની સાથે ટેકેદારોની પણ મુશ્કેલી વધશે તેવા સંકેત છે.

ગુજરાતમાં સુરત લોકસભા બેઠક જે રીતે બીનહરીફ થઇ તેના વિવાદ હજુ ચગી રહ્યો છે એક તરફ આખરી ઘડીએ જેમનું ફોર્મ રદ થયું તે નિલેષ કુંભાણી જાહેરમાં આવ્યા નથી તે વચ્ચે તેમના ફોર્મ રદ કરવા માટે કારણ બનેલા ટેકેદારો નો ભાંડો ફૂટી ગયો છે આ ફોર્મમાં ટેકેદારોની સહી સમયે જે સાક્ષીઓએ સહી કરી હતી તે હવે જાહેરમાં હાજર થયા છે. તમામ ચાર સાક્ષીઓએ દાવો કર્યો છે કે નિલેષ કુંભાણી અને તેમના ડમી બંનેના ફોર્મમાં ટેકેદારોએ પોતે જ સહી કરી હતી અને અમારી રૂબરૂમાં સહી કરી હતી. નિલેષ કુંભાણીએ ફોર્મ ભર્યા બાદ તેમના ટેકેદારોએ ચૂંટણી અધિકારી  સમક્ષ જઇને સોગંદનામુ કર્યુ હતું કે કુંભાણીના ફોર્મમાં તેમની સહી નથી અને બનાવટી સહી કરવામાં આવી છે.

આ ભૂમિકા પર કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. જોકે માનવામાં આવે છે કે આ એક ફિકસ થયેલી ચૂંટણી હતી અને કુંભાણીનું ફોર્મ રદ થાય તેમાં તેને પણ સહકાર આપ્યો હતો. કારણ કે ટેકેદારોમાં તેમના બનેવી અને નજીકના ભાગીદારો સહિતના તમામે સહી કરી હતી. બાદમાં તેઓ ફરી ગયા હતા. હવે તમામ ચાર સાક્ષીઓ કે જેઓએ આ ફોર્મમાં સાક્ષી તરીકે સહી કરી છે તેઓએ ટેકેદારોનો ભાંડો ફોડી નાંખ્યો છે અને તેનાથી હવે કુંભાણીની મુશ્કેલી વધે તેની સાથે ટેકેદારોની પણ મુશ્કેલી વધશે તેવા સંકેત છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button