ભારત
જેલમાંથી છુટેલો યુ ટયુબર મનીષ કશ્યપ ભાજપમાં સામેલ થયો ,
હું આ લોકોના કારણે જેલમાંથી છુટયો, એટલે જ હું ભાજપમાં જોડાયો મનીષ
બિહારમાં ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે યુ ટયુબર મનીષ કશ્યપ ભાજપમાં સામેલ થઈ ગયો છે. તે પોતાની માતા સાથે ભાજપ કાર્યાલયે પહોંચ્યો હતો. જયાં તેણે ભાજપના નેતાઓ સંજય મયુખ અને મનોજ તિવારી સામે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યુ હતું.
ભાજપ જોઈન કરતી વખતે મનીષ કશ્યપે જણાવ્યું હતું કે આ લોકો (ભાજપ)ના કારણે જ હું જેલમાંથી બહાર આવી શકયો છું અને મારા જીવનના ખરાબ દિવસો પુરા થઈ ગયા છે એટલે હું ભાજપમાં સામેલ થયો છું. હવે હું ભાજપની સાથે મળીને બિહારને મજબૂત કરીશ. ભાજપના નેતા મનોજ તિવારી મનીષની પ્રશંસા કરતા કહ્યું હતું કે મનીષ જેવો વ્યક્તિ જનતાને સ્પર્શતા સવાલો ઉઠાવે છે.
Poll not found



